માંગરોળમાં ઉકાળો અને માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો

માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પવિત્ર શ્રાવણ માસના સોમવાર દિવસે કામનાથ મહાદેવના સાનિધ્યમાં ઉકાળો અને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતું. સમગ્ર દેશમાં દિવસેને દિવસે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યુ છે તેને ધ્યાને લઇ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માંગરોળ દ્વારા રોગ પ્રતિકારક આયુર્વેદિક ઉકાળા વિતરણ કામનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સરકારના ગાઈડલાઈન પ્રમાણે તમામ શિવભક્તો સોશ્યલ ડીસ્ટન્સનું અચૂક પાલન કરે અને આ કોરોના મહામારીથી બચવા કાયમી માસ્ક પહેરે એવો એક સંદેશો કામનાથ મહાદેવ મંદિરનાં પૂજારી શ્રી ઇશ્વરબાપુ દ્વારા આપવામાં આવેલ હતો અને માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયાના સહયોગથી માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારે બહોળી સંખ્યામાં શિવભક્તોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઈ મેસવાણીયા, વિશ્વ હિન્દુ પરિષદ માંગરોળ પ્રમુખ પ્રકાશભાઇ લાલવાણી, લશ્કરી બાપુ, બજરંગ દળ પ્રમુખ અમિશભાઈ પરમાર, ઉ.પ્રમુખ હિતેશ અગ્રવાલ, નાથાભાઈ નંદાણિયા, શિવમ ચક્ષુદાન કેન્દ્ર વાળા, બજરંગદળ શહેર પ્રમુખ દિપક સોલંકી, ધવલ પરમાર, કમલેશજી, હીરેન સોનીગ્રા તથા અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ખાસ ઉપસ્થિતિ રહ્યા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!