જૂનાગઢ જીલ્લાનાં નવનિયુકત જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી આવતીકાલે ચાર્જ સંભાળશે

જૂનાગઢ જીલ્લા પોલીસવડા સૌરભસિંઘની કચ્છ ખાતે બદલી થતાં જૂનાગઢ જીલ્લા પોલીસ વડા તરીકે રવિ તેજા વાસમ શેટ્ટી આઈપીએસની નિમણુંક જૂનાગઢ ખાતે થઈ છે. આવતીકાલે તેઓ પોતાનાં હોદ્દાનો ચાર્જ સંભાળનાર હોવાનું જાણવા મળે છે. રાજય સરકારનાં ગૃહ વિભાગ દ્વારા આઈપીએસ કક્ષાનાં અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે તેમાં જૂનાગઢ જીલ્લા પોલીસવડા સૌરભસિંઘની બદલી થતાં તેમનાં સ્થાને રવિ તેજા વાસમ શેટ્ટીની નિમણુંક કરવામાં આવી છે. રવિ તેજા વાસમ શેટ્ટી ગુજરાત આઈપીએસ કેડર- ર૦૧પનાં અધિકારી છે અને તેઓએ આસ્ટિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે માંગરોળ ખાતે ફરજ બજાવી છે અને જૂનાગઢ જીલ્લાથી પરિચીત છે. કડક અધિકારી અને લો એન્ડ ઓર્ડરની સ્થિતી મજબુત કરવા માટેની કામગીરીમાં નિપૂણ છે. તેમજ અમદાવાદ ખાતે પણ ડીસીપી ઝોન -પમાં ફરજ બજાવી ચુક્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!