જૂનાગઢ અને સોરઠ પંથકમાં મેઘરાજાની કૃપા

0

જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલુકામાં ગઈકાલે મેઘરાજાએ કૃપા વરસાવતાં જૂનાગઢ સીટી-ગ્રામ્યમાં પોણા બે ઈંચ, ભેંસાણમાં દોઢ ઈંચ, માંગરોળમાં પ ઈંચ, વંથલીમાં ર ઈંચ, વિસાવદરમાં દોઢ ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. જૂનાગઢ સહિત સોરઠનાં વિવિધ તાલુકાઓમાં ગઈકાલે વરસાદી માહોલ વચ્ચે દે ધના..ધન.. વરસાદ કેટલાંક વિસ્તારોમાં પડ્યો હતો. મેઘરાજાની કૃપા થતાં જગતનાં તાત એવા ખેડુત વર્ગમાં અને તમામ લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. સખ્ત ઉકળાટ અને બફારાભર્યા વાતાવરણ વચ્ચે વરસાદનાં હળવાથી ભારે ઝાપટાનો દૌર વહેતો રહ્યો છે. દરમ્યાન રક્ષાબંધનનાં દિવસથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવી ગયો હતો અને ભારે ઝાપટા પણ પડ્યાં હતાં. ગઈકાલે વરસાદ તુટી પડતાં અનેક વિસ્તારોમાં પાણી વહેવા લાગ્યા હતાં તેમજ ગિરનાર જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદને પગલે નદીઓમાં પુર આવ્યા હતાં. આજે સવારે પુરા થતાં ર૪ કલાક દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલુકામાં થયેલા વરસાદ અંગે મળેલી માહિતી અનુસાર કેશોદ ૧૯ મીમી, જૂનાગઢ સીટી અને ગ્રામ્યમાં
૪૦ મીમી, ભેંસાણ ૩૧ મીમી, મેંદરડા ૭ મીમી, માંગરોળમાં ૧ર૮ મીમી, મેંદરડામાં પર મીમી, માળીયામાં ૪૪ મીમી, વંથલીમાં પ૦ મીમી અને વિસાવદરમાં ૩૭ મીમી વરસાદ પડ્યાનાં અહેવાલો છે.
માણાવદર
માણાવદર પંથકમાં મેઘરાજાએ કૃપા કરી હોય તેમ માણાવદર શહેરમાં બે ઈંચ અને ગ્રામ્ય પંથકમાં ૩ ઈંચ વરસાદ ખાબકતાં નદી -નાળામાં પાણી વહેવા લાગ્યા હતાં. જાંબુડામાં માત્ર એક જ કલાકમાં ૩ ઈંચ વરસાદ પડવાને પગલે જાંબુડા નદીમાં પૂર આવ્યું છે. ઉપરવાસમાં અનરાધાર વરસાદને પગલે રસાલાડેમ બે કાંઠે ઓવરફલો થતાં ખારા ડેમની જળરાશિમાં વધારો થયો છે. પાકને પાણીની જરૂર છે ત્યારે ખરા સમયે વરસાદ પડતાં ખેત ઉત્પાદન વધુ થશે તેવી ધરતીપુત્રો આશા સેવી રહ્યા છે.
પ્રાંચી તિર્થમાં વરસાદ
સુત્રાપાડા તાલુકાના પ્રાંચી તિર્થમાં ૩ ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ભારે વરસદથી સરસ્વતી નદીમાં પુર આવેલ છે. ભારે વરસાદને કારણે સુવિખ્યાત શ્રી માધવરાયજી અને લક્ષ્મીજીના મંદિર ૧૦ ફુટ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. સુત્રાપાડા તાલુકાના પ્રાંચી, ઘંટીયા, ટીંબડી, વાંસાવડ, રંગપુર, પીપળવા સહિતના ગામોમાં લાંબા સમય સુધી વરસાદના વિરામ બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને મુશળધાર વરસાદ પડયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!