જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાને કારણે વધુ ૪નાં મૃત્યું


જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો રોજબરોજ વધી રહ્યા હોય લોકોમાં ચિંતાની લાગણી ફરી વળી છે. ગઈકાલે કોરોનાના નવા ૩૧ કેસ પોઝીટીવ નોંધાયા છે અને ૪ દર્દીઓના કોરોનાને કારણે મૃત્યું થયાં છે જેમાંથી બે મોત જૂનાગઢ શહેર અને વંથલી તથા ભેંસાણમાં ૧-૧ મૃત્યું થયા છે. ગઈકાલે નોંધાયેલા કોરોનાના પોઝીટીવ કેસોમાંથી ૧૯ કેસ જૂનાગઢ શહેરના છે જયારે ૧-૧ કેસ જૂનાગઢ અને વિસાવદર તાલુકાનો, ૩-૩ કેસ કેશોદ અને ભેંસાણ તલાુના તથા મેંદરડા અને વંથલી તાલુકાના ર-ર કેસનો સમાવેશ થાય છે. ગઈકાલે કોરોનાની સારવાર લેતા ૧૮ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે અને ર૦૦ કેસ એકટીવ રહેલ છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસનો આંક ૯૮૯ એ પહોંચ્યો છે. ગઈકલો વધુ પ૦૬ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવેલ છે જેનો રિપોર્ટ પેન્ડીંગ છે. જૂનાગઢ જિલ્લામાં કુલ ર૭પ સ્થળોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેનાં ર,૪પ૪ ઘરોમાં ૮,પ૬ર લોકોનો સમાવેશ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!