વેરાવળ : એક વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓ ઝડપાયા

વેરાવળ પોલીસે પ્રોહીબીશનના ગુનાના છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા કોડીનારના બે આરોપીઓને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જીલ્લા પોલીસવડા રાહુલ ત્રીપાઠીની સુચનાથી સીટી પોલીસ સ્ટેશનની ટીમ શોધખોળ કરી રહેલ દરમ્યાન બાતમીના આધારે એક વર્ષથી પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી શોયબ રહેમાનશા બાનવા, મોશીન ઓસમાણભાઇ હાલાઇને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!