જૂનાગઢમાં પતિએ પત્નિને દિકરી આપી દેવા બાબતે ધમકી આપતાં ફરીયાદ

જૂનાગઢનાં પ્રદિપ સિનેમા પાસે રહેતાં હર્ષાબેન વિજયભાઈ સોલંકીએ પોલીસમાં આ કામનાં આરોપી વિજય કાનજીભાઈ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી બહેન તથા આરોપી અગાઉ પતિ-પત્ની હોય અને પછી એકાદ વર્ષ પહેલા છુટાછેડા થઈ ગયેલ હોય અને સંતાનમાં બે બાળકો હોય જેમાં દિકરો સુજીત (ઉ.વ.૯) આરોપી પાસે હોય અને દિકરી પરીધી ફરીયાદી પાસે હોય જે છોકરી આરોપી પોતાની આપી દેવા બાબતે ફરીયાદીને ધાક-ધમકીઓ આપી ગાળો બોલી અને છોકરી નહીં આપે તો તારા ભાઈને તથા તારા બાપુજીને મારી નાંખીશ તેમ ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!