ભેંસાણ : વાવડી દેવપર ખાતે તમો જુગાર રમો છો તેમ કહી માર મારતાં ૩ સામે ફરીયાદ

0

ભેંસાણ તાલુકાનાં વાવડી દેવપરા ખાતે રહેતાં અનીલભાઈ દુદાભાઈ સાસીયાએ પોલીસમાં આ કામનાં આરોપી અર્જુન રમેશભાઈ સાસીયા, રમેશભાઈ ભીમજીભાઈ સાસીયા તથા નિમુબેન રમેશભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી તેના પરિવારના સભ્યો સાથે તેના ઘર પાસે રાત્રીનાં અગીયારેક વાગ્યે બેઠા હતા ત્યારે આ કામનાં આરોપી અર્જુન સાસીયાએ આવી અને તમો જુગાર રમો છો તેમ કહી ગાળો દઈ લોખંડના પાઈપ વડે માર મારી તેમજ આરોપી રમેશભાઈ સાસીયા તથા નિમુબેન રમેશભાઈએ ફરીયાદી તથા સાહેદોને મુંઢ માર મારી તેમજ બીજા મકાનનો દરવાજાે તોડી ટીવીમાં નુકશાન કરી એકબીજાને મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!