ગીર સોમનાથ જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની સુત્રાપાડા ખાતે ઉજવણી થશે

ગીર સોમનાથ જીલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ગીર-સોમનાથની જીલ્લાકક્ષાની ઉજવણી આગામી ૧૫ મી ઓગષ્ટે સુત્રાપાડા ખાતે કરવામાં આવશે. પર્વમાં ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશ રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ પ્રસંગે કોરોના મહામારીમાં વોરીયર્સ તરીકે દિવસ-રાત જીવના જોખમે ફરજ બજાવતા આરોગ્ય શાખાના તબીબો, કર્મચારીઓ, પોલીસ જવાન અને નગરપાલીકાના સફાઈ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવશે. સુત્રાપાડા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આયોજન માટે ગઈકાલે ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સબંધિત વિભાગના અધિકારીઓને જે તે વિભાગની કામગીરી અંગે સુચના આપી જણાવેલ કે, કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી સાદાઈથી કરવાનું નક્કી કરાયું છે. જેથી ગીર સોમનાથ જીલ્લામાં પણ કોરોના વાયરસના સંક્રમણના કારણે સરકારે નક્કી કરેલ ગાઈડલાઈન મુજબ ૧૫મી ઓગષ્ટની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના સ્થળે સાફ-સફાઈ રાખવા, મેડીકલ ટીમ તૈનાત કરવા, વીજ પુરવઠો જળવાય રહે તે માટે ખાસ તકેદારી રાખવા તાકીદ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!