માણાવદરમાં ટ્રાન્સફોર્મર ઉપર વિજળી પડી, રહેણાંકના વીજ ઉપકરણો બળી ગયાં

માણાવદર પંથકમાં અનરાધાર વરસાદ સાથે માણાવદરના બાવાવાડી વિસ્તારમાં ટ્રાન્સફોર્મર ઉપર વીજળી પડતાં ટીસી બળી ગયું હતું. બાજુમાં આવેલ રહેણાંક મકાનમાં કોઈ જાનહાનિ થયેલ નથી.
માણાવદરમાં ધોધમાર વરસાદને પગલે ખારા ડેમમાં પાણીનો જથ્થો વધી જતાં ૧ ફુટ દરવાજા ખોલવામાં આવ્યા હતા. કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો અને બાવાવાડી વિસ્તારમાં ટ્રાન્સફોર્મર ઉપર વિજળી પડતાં ટીસી બળી ગયું હતું અને બાજુમાં આવેલ રહેણાંક મકાનમાં વીજ ઉપકરણો બળી ગયા હતા. વીજળી પડવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!