ગીર સોમનાથ જીલ્લામાં બીજા દિવસે સાર્વત્રીક ઝાંપટારૂપી વરસાદ : વેરાવળમાં બે ઇંચ

0

સોમનાથ ભૂમિ ઉપર મેઘરાજા ઓળધોળ હોય તેમ ભારે વરસાદ પડયા બાદ ગઈકાલે બીજા દિવસે ફરી વ્હેલીસવારથી મેઘરાજાએ મુકામ કર્યુ હતુ. સવારે ૧૦ થી ૧૨ બે કલાકમાં ૨ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે શહેરની બજારો અને અમુક સોસાયટીઓના મુખ્ય માર્ગો અને શેરીઓમાં ફરી ગોઠણડુબ પાણી ભરાય ગયા હતા. તો શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર ગટરો ઉભરાતા વરસાદી પાણી દુર્ગંધ મારતા પાણી વહેવા લાગતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારબાદ શહેરમાં આખો દિવસ વરસાદી વાતાવરણમાં ઝાંપટારૂપી વરસાદ વરસી રહયો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આ ઉપરાંત ગીર સોમનાથ જીલ્લામાં સવારે ૬ થી સાંજે ૬ સુધીમાં વેરાવળમાં ૫૦ મીમી (૨ ઇંચ), ગીરગઢડામાં ૧૪ મીમી (અડધો ઇંચ), સુત્રાપાડામાં ૬ મીમી, ઉનામાં ૪ મીમી જેટલો વરસાદ વરસ્યો હોવાનું કંટ્રોલરૂમે જણાવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!