રાજુલામાં ઈંગ્લિશ મિડિયમ શાળાની ફાળવણી કરવામાં આવે તેવી માંગ સાથેનો પત્ર રાજુલા શહેર એન.એસ.યુ.આઈ પ્રમુખ રવિરાજ ધાખડા અને યુવા આગેવાન અજય શિયાળ દ્વારા નિયામક સર્વ શિક્ષા અભિયાન તથા અગ્ર સચિવ શિક્ષણ વિભાગ સહિતના વિભાગને પાઠવી વધુમાં જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે. સાથોસાથ ઈંગ્લીશનું પણ મહત્વ વધી રહ્યું છે ત્યારે છેલ્લાં થોડાં સમયથી લોકોમાં એવી માન્યતા બંધાઈ ગઈ છે કે પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપે તો જ બાળક તેજસ્વી બને. આજે મધ્યમ તથા સામાન્ય વર્ગ પણ પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે અથાગ મહેનત કરતા હોય છે. પરંતુ ખાનગી શાળાઓની મોંઘી ફી ભરવાની તેમની ક્ષમતા હોતી નથી આથી તેમને ના છૂટકે પોતાના બાળકોને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરાવવો પડે છે. રાજુલા તાલુકા તથા શહેરમાં એકપણ સરકારી ઈંગ્લીશ મિડિયમ શાળા આવેલ નથી તેનાં કારણે મોટા ભાગના સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવી શકતા નથી. તેના કારણે ઘણાં વિદ્યાર્થીઓનું અંગ્રેજી માધ્યમમાં કારકિર્દી બનાવવાનું સપનું પણ રોળાઈ જતું હોય છે. રાજુલામાં સરકારી ઈંગ્લીશ મિડિયમ શાળા મંજૂર કરવામાં આવે અને રાજુલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારનાં વિધાર્થીઓને વહેલામાં વહેલાં અંગ્રેજી માધ્યમ શાળાનો લાભ મળે તે માટે વિદ્યાર્થીઓનાં વિશાળ હિતને ધ્યાનમાં રાખીને વહેલી તકે શાળા ચાલું કરવામાં આવે તેવી માંગ કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews