જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૮નાં ધન્વંતરી ક્લિનીકમાં ડોકટરની કાયમી નિમણુંક કરવા રજુઆત

0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૮નાં કોર્પોરેટર અને વિરોધપક્ષનાં નેતા અદ્રેમાનભાઈ પંજા, વિજયભાઈ વોરા, સેનીલાબેન એ. થઈમ, જેબુનીશાબેન કાદરીએ મહાનગરપાલિકાનાં કમિશ્નરશ્રીને એક સંયુકત પત્ર પાઠવી રજુઆત કરતાં જણાવેલ છે કે વોર્ડ નં.૮માં હાલમાં જ ચાલુ કરેલ ધન્વનતરી ક્લિનીકમાં ૪ દિવસમાં જ ડોકટરની બદલી થઈ છે અને હાલ કોઈ ડોકટર ક્લિનીક ઉપર ન હોય જેથી તાત્કાલિક યોગ્ય કરવા જણાવેલ છે. આ પત્રમાં વધુમાં જણાવેલ છે કે જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ વધી રહ્યું છે અને આ બાબતને ગંભીર ગણી સરકારશ્રી દ્વારા દરેક વોર્ડમાં ધન્વંતરી રથ તેમજ ક્લિનીક ચાલુ કરેલ છે જે અનુસંધાને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૮માં ગત
તા.૩૦-૭-ર૦થી ક્લિનીક ચાલુ કરવામાં આવેલ છે. અને જે સેવાનો વધુમાં વધુ નગરજનો લાભ લઈ શકે તે માટે અમોએ પણ પ્રચાર પસાર કરી આ સેવાનો લાભ લેવા લોકોને અનુરોધ કરેલ છે. દરમ્યાન માત્ર પ થી ૬ દિવસમાં જ આ ક્લિનીકમાં ફરજ બજાવતાં ડોકટરને અન્ય જગ્યાએ બદલી નાંખવામાં આવેલ છે તેમજ તેમની જગ્યાએ અન્ય કોઈ ડોકટર ક્લિનીક ઉપર હાજર હોતા નથી. તેનાં કારણે હાલ કોરોના મહામારી જેવાં સમયે આવી બેદરકારી રાખવામાં આવે અને જેનાં કારણે લોકોનાં રોષનો ભોગ અમારે ચુંટાયેલા પ્રતિનિધીઓએ બનવું પડે છે. જેથી તાત્કાલિક અસરથી આ બાબતે યોગ્ય કરી વોર્ડ નં.૮નાં ધન્વંતરી ક્લિનીકમાં કાયમી ડોકટર મુકવા યોગ્ય કરવા પત્રનાં અંતે રજુઆત કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!