જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં મેઘરાજાની કૃપા અવિરત રહી છે. શ્રાવણ માસનાં પવિત્ર દિવસોમાં જાણે ભોળાનાથ મહાદેવને મેઘરાજા પણ અભિષેક કરી રહ્યાં હોય તેવા માહોલ વચ્ચે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે પણ જૂનાગઢ સહિત સોરઠનાં વિવિધ તાલુકામાં વરસાદનાં અહેવાલો છે. આજે સવારે પુરા થતાં છેલ્લાં ર૪ કલાક દરમ્યાન સોરઠ પંથકમાં પડેલા વરસાદ અંગે મળેલી માહિતી અનુસાર કેશોદ ૪૪ મીમી, જૂનાગઢ સીટી અને ગ્રામ્યમાં ૪૦-૪૦ મીમી, ભેંસાણ
૬પ મીમી, મેંદરડા ૧૩ મીમી, માંગરોળ ૩ મીમી, માળીયા હાટીનાં રર મીમી, વંથલી ૩૪ મીમી, વિસાવદર ૭૬ મીમી વરસાદ પડ્યો હતો અને આજે પણ વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews