દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લામાં જુદા જુદા છ સ્થળોએ સ્થાનિક પોલીસે ગઈકાલે જુગાર રમી રહેલા છ મહિલાઓ સહિત કુલ પાંત્રીસ જુગારીઓનેે દબોચી લીધા હતા. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગોઈંજ ગામના વાડી વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે જુગાર રમતા ૭ સાત શખ્સોને ઝડપી લઈ રૂા.૧૦,૪૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં પોલીસે ૪ચાર વ્યક્તિઓને રૂા.૪,૫૦૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. દ્વારકાના રૂક્ષ્મણી ગેઈટ પાસે આવેલ બાવળની ઝાડીઓમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.૨,૦૫૦ ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામેથી પોલીસે છ વ્યક્તિઓને રૂા. ૧૦,૦૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. મીઠાપુરના કૃષ્ણનગર વિસ્તારમાં એક મંદિરના ઓટલા ઉપર જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને પોલીસે રૂા.૩,૬૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ, જુગારધારા કલમ મુજબ કાર્યવાહી કરી હતી. ભાણવડથીના ઢેબર ગામના વાડી વિસ્તારમાંથી પાંચ શખ્સોને પોલીસે રૂા. ૩,૨૨૦ ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews