મધુરમ-ટીંબાવાડી ખાતે આવેલ કેશવ ક્રેડીટ કો.ઓ.શાખામાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો

શ્રી રામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીનાં ભવ્યાતિભવ્ય મંદિરનાં શિલાન્યાસ વિધીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તે નિમિત્તે મધુરમ-ટીંબાવાડી ખાતે આવેલ કેશવ ક્રેડીટ શાખા દ્વારા પણ ભગવાન શ્રી રામચંદ્રજીનાં ચિત્રજીની સન્મુખ રર ભાવિકો દ્વારા શ્રી રામચંદ્રજીની આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ફટાકડા તેમજ આતશબાજી પણ કરવામાં આવી હતી. શ્રી ધીરૂભાઈ શીંશાગીયા, કિરીટભાઈ કાનેકીયા, લાલદાસ કુબાવત, મહેશભાઈ બારડ, કિરીટભાઈ રાવલ, શશીકાંતભાઈ સોનેજી તેમજ બ્રાંચનાં મેનેજર અનિલભાઈ અંકલેશ્વરીયા તેમજ મિરલ ભટ્ટ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!