માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા શિલાન્યાસની ઉજવણી કરાઈ

0

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને પૂજનીય સંતો મહંતોનાં હસ્તે અયોધ્યામાં મંદિરનો શિલાન્યાસ વિધી સંપન્ન કરાઈ છે અને હિન્દુ સમાજનું વર્ષોનું સપનું શ્રી રામ જન્મ ભૂમિ ઉપર રામ મંદિરનું નિર્માણ સાકાર થઈ રહ્યુ છે ત્યારે માંગરોળ પણ આ દિવસે શ્રીરામના રંગે રંગાયું હતું. આ ઐતિહાસિક પ્રસંગે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા માંગરોળના તમામ વિસ્તારમાં શ્રીરામ ભગવાનના ફોટા સાથે સમસ્ત હિન્દુ સમાજના અભિનંદનના બેનરો લગાડવામાં આવ્યા અને લીમડા ચોક ખાતે શ્રીરામ ધૂન બોલાવવામાં આવી હતી અને જય શ્રીરામના નારાઓ અને આતશબાજી કરી ૧૯૯૨ના સંઘર્ષમાં માંગરોળથી અયોધ્યા ગયેલા કારસેવકો સુધીરભાઈ રાજ્યગુરૂ, દાનભાઈ ખાંભલા, હરિભાઈ સોલંકીનુ વિશ્વ હિંદુ પરિષદ સોમનાથ જીલ્લા પૂર્વ ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ છાંટબાર, વિશ્વ હિંદુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા, વિશ્વ હિંદુ પરિષદ માંગરોળ પ્રમુખ પ્રકાશભાઇ લાલવાણી, બજરંગદળ પ્રમુખ અમીષભાઈ પરમાર, હિતેશભાઈ અગ્રવાત દ્વારા કુમ કુમ તિલક કરી ફુલહાર અને શાલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને કાર સેવક હિતેષભાઈ પંડિત, સ્વ. કાનજીભાઈ બારડને પણ યાદ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આતશબાજીનાં સ્પોન્સર શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, રાજુભાઈ ચંદાણી હતા અને વેપારી અગ્રણી હરિશભાઈ રૂપારેલિયા, નગરપાલિકાના નગર સેવકો જાયન્ટસ ગ્રૂપ પ્રમુખ નિલેષભાઈ રાજપરા, સંજીવની નેચર ફાઉન્ડેશનના પ્રમુખ નરેશભાઈ ગોસ્વામી, ગૌરક્ષાનાં ગોવિંદભાઈ રબારી, કેશવ બેંકનાં ચેરમેન સુરેશભાઈ સોલંકી, તાલુકા ભાજપ મહામંત્રી બાલુભાઇ કોડીયાતર, પ્રફુલભાઈ નાંદોલા વિગેરે આગેવાનો સહિત વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા નગર સ્વર રમેશભાઈ જોષીએ કરેલ હતું. સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સમસ્ત હિન્દુ સમાજને આ દિવસની ઉજવણી રામ ભક્તોએ ઘરે જ રહી સહ પરીવાર સાથે શ્રીરામ ભગવાનની આરતી, રામ ધુન અને ઘરઆંગણે રંગોળી દિપોત્સવ તથા દુકાનોમાં કલરિંગ લાઈટીંગ કરી આ ખુશીના દિવસને દિવાળીની જેમ સ્વયંભુ ઉજવવામાં આવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!