ભગવાન શ્રી રામના જન્મ સ્થાન એવા અયોધ્યામાં ઐતિહાસિક ઘડી એવા શિલાન્યાસનો ભવ્ય કાર્યક્રમ ગઈકાલે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ ઉપસ્થિતિ વચ્ચે સંપન્ન થયો હતો. ઐતિહાસિક અને આશરે પાંચ સદી પછી આવેલા આ ભવ્ય પ્રસંગે જેવા કાર્યક્રમને સમગ્ર દેશની જનતાએ હોંશભેર વધાવી લીધો હતો. જેમાં ખંભાળિયાના રામ ભક્તો સાથે ધર્મપ્રેમી જનતા પણ જોડાઈ હતી. અયોધ્યામાં શિલાન્યાસ પ્રસંગે ખંભાળિયામાં ગઈકાલે બુધવારે આખો દિવસ વિવિધ મંડળો દ્વારા જુદા-જુદા સ્થળોએ અલગ-અલગ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને સરકારની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ તથા માસ્ક સહિતના નિયમોની અમલવારી સાથે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ અંતર્ગત ખંભાળિયાના નગરજનોએ પોતાના ઘરના આંગણામાં દીવડાઓ પ્રગટાવી, પોતાના ઘરે ખાસ મીઠાઈ બનાવીને પ્રસાદી રૂપે ભોજન લીધું હતું. આ સાથે ધર્મપ્રેમી જનતાએ દિવાળી જેવા માહોલ વચ્ચે પોતાના આંગણે વિવિધ રંગો સાથેની રંગોળી વડે આંગણાને સુશોભિત કર્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews