એશિયાટીક સિંહોનું હબ ગણાતા સાસણ ખાતે દેશ-વિદેશથી પ્રવાસીઓ ફરવા માટે આવે છે અને સિંહ દર્શનનો અનેરો લાભ લે છે. પરંતુ સાસણના વિકાસ અને સફળ કામગીરી માટે વન વિભાગના કર્મચારીઓની ઉમદા કામગીરી રહી છે. અહીં આવતા પ્રવાસીઓને સાસણ જંગલ અને સિંહ સહિતના પ્રવાસીઓ વિષે માહિતગાર કરે છે. જેના કારણે પ્રવાસીઓની આવકમાં વધારો થાય છે. તે ઉપરાંત જંગલમાં પેટ્રોલીંગ કરી પ્રાણી, પક્ષીઓનું ધ્યાન રાખવામાં પણ આવે છે. ત્યારે સાસણના ડીસીએફ રામ મોહને ટિ્વટરના માધ્યમથી જણાવ્યું હતું કે, ફ્રન્ટલાઇન સ્ટાફના પ્રયત્નો ઉપર ગીરનું સંરક્ષણ ખૂબ હદ સુધી ટકી રહ્યું છે. તેઓ પાયાના સૈનિકો છે. જે સંરક્ષણ માટે અથાક મહેનત કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews