જૂનાગઢના ગિરનાર પરિક્રમાના રૂટ ઉપર આવેલ સરકડીયા હનુમાનની જગ્યાના મહંત ઉપર જીવલેણ હુમલો કરાતાં તેને ગંભીર ઈજા થતાં જૂનાગઢ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ છે.
આ અંગેની મળતી વિગતો મુજબ સરકડીયા હનુમાન મંદિરની જગ્યામાં મહંત તરીકે હરીદાસબાપુ સેવા કરી રહેલ છે. ગઈકાલે ગોલાધર પાસે ગોવાળ ગાયો ચરાવવા આવતો હતો ત્યારે કોઈ મામલે માથાકુટ થયા બાદ સમજાવટ કરવા જતાં એક શખ્સે તિક્ષ્ણ હથિયાર વડે બાપુ ઉપર હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલામાં હરીદાસબાપુને માથાના ભાગે ગંભીર ઈજા થતાં પ્રથમ જૂનાગઢ અને ત્યારબાદ રાજકોટની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા છે જયાં આઈસીયુમાં તેની સારવાર ચાલી રહી છે. આ અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews