ખત્રી સમાજ દ્વારા હિંગળાજ માતાજીની થતી પૂજા

0

બોળચોથનાં દિવસે ભરૂચનાં ખત્રી સમાજ કાજરા ચોથ તરીકે ઉજવે છે. આ કાજરા ચોથ ખત્રી સમાજનો મોટો તહેવાર માનવામાં આવે છે. ખત્રી સમાજની મહિલાઓ નવ દિવસ પહેલા જવારા ઉગાડે છે અને શ્રાવણ વદ ત્રીજનાં દિવસે જવારા પાણીમાં પધરાવે છે. મહિલાઓ એકટાણું કરે છે અને જાગણ કરે છે. ચોથનાં દિવસે ખત્રી સમાજમાં હિંગળાજ માતાજીની પૂજા અર્ચના કરે છે. આ વર્ષે કોરોનાની મહામારીનાં કારણે ગઈકાલે આ ઉત્સવ સાદાઈથી ઉજવવામાં આવેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!