જૂનાગઢમાં ધોરાજી રોડ ઉપર આવેલ નકલી દવા બનાવતી ફેકટરીમાં જનતા રેડ

0

જૂનાગઢનાં ધોરાજી રોડ ઉપર આવેલા ગુજરાત ગ્રીન ક્રોપ કેર નામના એક કારખાનામાં આજે જનતા રેડ પાડવામાં આવી છે. આ લખાય છે ત્યારે તેની કાર્યવાહી ચાલુ છે અને નકલી ટ્રાયકોટ પાઉડર બનાવવાનું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું હોવાનું બહાર આવેલ છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર કિસાન કોંગ્રેસનાં પાલભાઈ આંબલીયા અને મનિષભાઈ નંદાણીયા અને ટીમે મિડીયાને સાથે રાખી અને જૂનાગઢ-ધોરાજી રોડ ઉપર આવેલા કારખાનામાં જનતા રેડ પાડી હતી અને આ જનતા રેડ દરમ્યાન ટ્રાયકોટ પાઉડરનો જથ્થો ઝડપી લેવામાં આવેલ હતો. આ જથ્થાનો ઉપયોગ મગફળીમાં ફુગ કાઢવા માટે કરવામાં આવે છે. આ લખાય છે ત્યારે રેડની કાર્યવાહી હજુ ચાલુ છે અને જવાબદારો સામે પગલા લેવાની માંગણી કરવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!