જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં બુધવારે જન્માષ્ટમી પર્વની સાદાઈથી ઉજવણી થશે

0


જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં સાતમ-આઠમનાં તહેવારોની આગામી દિવસોમાં સાદાઈ ઉજવણી થનાર છે. આ વર્ષે કોરોના મહામારીનાં કારણે દરેક ધર્મનાં તહેવારોની જે રીતે સાદાઈથી ઉજવણી અને તકેદારીનાં પગલાં સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. તે જ રીતે આજે નાગપાંચમ સાથે પર્વની શરૂઆત થઈ ગઈ છે. સાતમ-આઠમનાં તહેવારો પણ ઉજવવામાં આવશે. આગામી બુધવારે જન્માષ્ટમી પર્વની ઉજવણી થશે અને લોકો ઘરે-ઘરે પોતાને ત્યાં કૃષ્ણ જન્મનાં વધામણાં સાથે જન્માષ્ટમી પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવશે.
હિન્દુ ધર્મમાં મોટામાં મોટો તહેવાર જાે કોઈ હોય તો તે નવરાત્રી મહોત્સવ અને દિપોત્સવી પર્વનો તહેવાર છે પરંતુ તેની પહેલાં સાતમ-આઠમનાં તહેવારોનો પણ એક અનેરો ઉત્સાહ અને આનંદ લોકોનાં હૈયે હોય છે. પૂર્ણ પુરૂષોતમ એવા ભગવાન
શ્રી કૃષ્ણનાં જન્મોત્સવને વધાવવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ છવાતો હોય છે. શોભાયાત્રા, મહાઆરતી, પ્રાગ્ટય મહોત્સવની ઉજવણી સહિતનાં અનેક કાર્યક્રમો આ દિવસે યોજાતાં હોય છે. જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, જામનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈ સહિતનાં મેગા સીટીમાં ઉજવણીનાં અનેક કાર્યક્રમો યોજાતાં હોય છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ શોભાયાત્રા, મટકી ફોડ અને ઝાલરનાં રણકાર સાથે રાત્રીનાં ૧ર વાગ્યે કૃષ્ણ જન્મનાં વધામણાં અને પંજરીનો પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે. મહાઆરતીનાં દેવસ્થાનોમાં કાર્યક્રમો યોજાતા હોય છે અને અધર્મનાં નાશ કરનારા એવા ભગવાન શ્રી કૃષ્ણની આરતી અને મહાપૂજા કરવામાં આવતી હોય છે. જૂનાગઢ શહેરમાં પણ દરવર્ષે હિંદુ ધર્મ ઉત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા સહિતનાં કાર્યક્રમો યોજાતા હોય છે. આ વર્ષે જૂનાગઢ સહિત દેશભરમાં કોરોના મહામારીએ જ્યારે અજગર ભરડો લીધો છે ત્યારે સાતમ-આઠમનાં તહેવારોની ઉજવણી સંપૂર્ણ સાદાઈથી કરવામાં આવશે. મંદિરો પણ બંધ રાખવામાં આવ્યા છે. માત્ર પૂજારીઓ દ્વારા સેવા, પૂજન, સાદાઈથી ઉજવણી કરાશે. જન્માષ્ટમી પર્વનું લોક હૈયામાં એક આગવું અને અનેરૂં મહત્વ છે. આજથી પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. કારાવાસમાં કૃષ્ણનું અવતરણ થતાં તે દિવસે મધ્યરાત્રીએ ભારે ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. કંસનાં આસુરી સામ્રાજયનો નાશ કરવા માટે તેમની બહેન દેવકીની કુખે ભગવાન કૃષ્ણ સ્વરૂપે અવતરણ થયુ હતું. દેવકી વાસુદેવનું આ સંતાન નંદબાવા અને યશોદા માતાને ત્યાં તેનો ઉછેર થયો હતો. નાનપણથી જ નટખટ કાનાએ ગોકુળમાં સૌને ઘેલુ લગાડયુ હતુ અને સમય જતાં કંસનાં સામ્રાજયનો અંત કર્યો હતો અને પૃથ્વી ઉપરથી આસુરી તત્વોનો નાશ કરી સત્યનો વિજય કર્યો હતો એવા પુર્ણપુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મ દિવસની ઉજવણી શ્રાવણ માસમાં ભારે ઉત્સાહભેર કરવામાં આવે છે. આ વર્ષે સાતમ-આઠમનાં તહેવારોની ઉજવણી ઉપર એક દૃષ્ટિપ્રાત કરીએ તો આજ તા.૮-૮-ર૦ર૦ શનિવારનાં નાગપંચમી પર્વની ઉજવણી ભાવિકોએ ભાવભેર યોજાઈ રહી છે. નાગદેવતાનાં મંદિરોએ પૂજન-અર્ચન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યાં છે. જ્યારે આવતીકાલ તા.૯-૮-ર૦ર૦નાં દિવસે રાંધણછઠ્ઠનો તહેવાર હોય રાંધણછઠ્ઠની ઉજવણી અંતર્ગત લોકોએ પૂર્ણ સાદાઈ અને ભાવભેર ઉજવણી કરવામાં આવશે. લોકો પોતાના ઘરે જ ફરસાણ અને મીઠાઈની વિવિધ આઈટમો બનાવી રહ્યાં છે. થેપલાં, સેવ-ગાંઠીયા, જલેબી, મોહનથાળ, લાડુ વગેરે બનાવવામાં આવે છે. તેમજ આ દિવસે ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં પણ ભારે ઘરાકી જાેવા મળે છે. આ વર્ષે કેલેન્ડર પ્રમાણે રવિવારનાં રોજ રાંધણછઠ્ઠ છે જ્યારે બીજા દિવસે એટલે કે તા.૧૦-૮-ર૦ર૦નાં રોજ પણ કેલેન્ડરમાં શ્રાવણવદ-૬ દર્શાવી છે અને શીતળા સાતમ દર્શાવી છે. જાે કે તા.૧૦-૮-ર૦ર૦ને સોમવારનાં રોજ શિતળા સાતમ મનાવાશે. આ દિવસે મંગળા ગૌરી પૂજન કરવામાં આવે છે. શીતળા સાતમનાં દિવસે લોકો શીતળા માતાનું પૂજન કરશે, કુલેરનો પ્રસાદ ધરાવશે અને પોતાનાં પરિવાર તેમજ સમગ્ર વિશ્વનાં કલ્યાણની કામના કરવામાં આવશે. જ્યારે
તા.૧૧-૮-ર૦ર૦ને મંગળવારે ધોકો છે. તા.૧ર-૮-ર૦ર૦નાં રોજ શ્રાવણ વદ આઠમનાં તથા ગોપાનવમી, જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે.
આ દિવસે મધ્યરાત્રીએ ભગવાન શ્રી કૃષ્ણનાં જન્મોત્સવને ઉજવવામાં આવશે અને ધાર્મિક સ્થળોમાં નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી…. હાથી-ઘોડા-પાલખી… જય ..કનૈયા.. લાલ..કી..નો નાદ ગુંજી ઉઠશે. આ વર્ષે રક્ષાબંધનનાં તહેવારથી જ મેઘરાજાની પણ સતત કૃપા રહી છે અને શ્રાવણ માસનાં સરવડાં, કયાંક ભારે વરસાદ પણ જાેવા મળી રહ્યો છે. કોરોના મહામારી અને વરસાદનાં માહોલ વચ્ચે પણ સાતમ આઠમનાં તહેવારોની ભક્તિભાવપૂર્વક અને આસ્થાભેર લોકો ઉજવણીમાં જાેડાઈ રહ્યાં છે અને ફરસાણ તેમજ મીઠાઈની ખરીદી કરી અને તહેવારોનો આનંદ ઘર આંગણે મનાવશે તેવો માહોલ સર્વત્ર જાેવા મળી રહ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!