જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહેલ છે. સરકારની ગાઈડલાઈન મુજબ લોકો સાવચેતી રાખવામાં ગાફેલ રહેતા હોય કોરોનાનું સંક્રમણ રોજબરોજ વધી રહેલ છે. ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના ૪૬ કેસ પોઝીટીવ નોંધાયા છે. જયારે ર૦ વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરાયા છે. ગઈકાલે નોંધાયેલા કોરોનાના ૪૬ કેસમાંથી જૂનાગઢ શહેરના ૧૭, જૂનાગઢના ૮ તાલુકામાં કોરોના કેસ નોંધાયા છે જે પૈકી જુનાગઢ તાલુકામાં – પ, કેશોદ તાલુકામાં ૭, ભેંસાણ-ર, મેંદરડ ૪, માંગરોળ – પ, માણાવદર તાલુકામાં ૪, વંથલી ૧ અને વિસાવદર તાલુકામાં ૧ કેસ કોરોનાનો નોંધાયો છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૧૦૪ કેસ કોરોનાના નોંધાયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં હજુ ર૩પ સ્થળે કન્ટેઈનમેન્ટ ઝોન બનાવાયા યછે જેના ર,૩૮૮ ઘરોમાં ૮,ર૮પ લોકો વસવાટ કરી રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews