જૂનાગઢ સહિત સોરઠમાં જુગાર દરોડા : ૧૧૪થી વધુ ઝડપાયા

0

જૂનાગઢ નારણપુરાનાં ડેલામાં જુગાર અંગે જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં એએસઆઈ વી.આર. કોદાવાલાએ રેડ કરતાં વીનુભાઈ હીંદીયા, અનવરભાઈ બ્લોચ, ભાવેશભાઈ રાઠોડ, મનસુખભાઈ સરવૈયા, દિલીપભાઈ દેવધરીયાને રોકડ રૂા. ૧૧રપ૦, મોબાઈલ-૪ મળી કુલ રૂા. ૧૩૭પ૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
જયારે જૂનાગઢનાં વણઝારી ચોકમાં રાજહંસ એપાર્ટમેન્ટમાં એએસઆઈ એસ.એમ. દેવરે જુગાર અંગે રેડ પાડતાં સુધીર, મયુર, અશોકભાઈ, સીકંદર વગેરેને રોકડ રૂા. ૩૯પ૦૦, ઘોડીપાસાની જાેડી-૪, મોબાઈલ-૬ મળી કુલ રૂા. ૬પ૦૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
જયારે જૂનાગઢનાં મધુરમ બાયપાસ મોતીપેલેસ ટાઉનશીપ સામે ક્રિષ્નાપાર્ક સોસાયટીમાંથી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં બી.બી. ઓડેદરાએ જુગાર અંગે રેડ કરતાં દિવ્યાબેન રાડીયા, વિભાબેન ટાંક, પ્રિયાબેન રાડીયા, કમલેશભાઈ ટાંક, ધવલ ભેડા, નંદન પંડયા, જીગર કેલૈયા, ધવલ પટેલને રોકડ રૂા. રપ૦૯૦, મોબાઈલ-૮ મળી કુલ રૂા. ૧૧પ૬૬૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
જયારે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પો.કો. ભરતભાઈ દલપતભાઈએ સાબલપુર ખાતે જુગાર અંગે રેડ પાડતાં હસનભાઈ ચૌહાણ, ઉંમરભાઈ ચૌહાણ, ઈરફાનભાઈ કારેજા, અજીદભાઈ નોયડા, અલ્તાફભાઈ ચૌહાણ, અશરફભાઈ કારેજાને રોકડ રૂા. ૧૦૩૩૦ સાથે ઝડપી લીધેલ છે.
ખામધ્રોળ
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પો.હે.કો. એન.આર. ભેટારીયાએ ખામધ્રોળ ગામે જુગાર અંગે રેડ કરતાં રતીલાલ શેઠીયા, માવજીભાઈ કેશવાલા, હિરેનભાઈ પરમાર, ભુરાભાઈ રાબડીયા, વિરમભાઈ પીડીયા, રામભાઈ વાઘ, મનુખભાઈ પટોળીયાને રોકડ રૂા. ર૭૪ર૦ તથા નાલનાં, ગંજીપતા, પાથરણાં મળી કુલ રૂા. ર૭૮પ૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
કાથરોટા
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પો.કો. મેહુલભાઈ દિલીપભાઈએ કાથરોટા ગામે જુગાર અંગે રેડ કરતાં મેશભાઈ ડાવરીયા, અમરસીભાઈ સોલંકી, સમીરભાઈ ઠેબા, જલ્પેશભાઈ ડાવરીયા, ધીરૂભાઈ સોલંકી, પરેશભાઈ ડાવરીયાને રોકડ રૂા. ર૭૪૮૦, મોબાઈલ-૬ મળી કુલ રૂા. ૪૩૪૮૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
ભેંસાણ
ભેંસાણ પોલીસ સ્ટેશનનાં પો.કો. બળવંતસિંહ નાથાભાઈએ ભેંસાણમાં જુગાર અંગે રેડ પાડતાં હરસુખભાઈ કાપડીયા, લાલજીભાઈ જાેષી, મયુરભાઈ રૂડાણી, નાગજીભાઈ હીરપરા, હરસુખભાઈ વાછાણી, રોહીત અમરશેડા, કેશવભાઈ વાજા, વિનુભાઈ ભુવા, દિનેશભાઈ ભુવાને રોકડ રૂા. ૧,૮૩,૯૦૦, મોબાઈલ-૯, મોટર સાયકલ-૩ મળી કુલ રૂા. ૪,૪૦,૪૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
પાટલા
પાટલા ગામની ડુંગર તરફથી સીમમાં જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પીએસઆઈ ડી.જી. બડવા અને સ્ટાફે જુગાર અંગે રેડ કરતાં મુસાભાઈ દલ, આમદભાઈ સોઢા, હુસેનભાઈ અબડા, હાજીભાઈ પીંજાારને રોકડ રૂા. ર૯૦૬૦, મોબાઈલ-૪, મોટર સાયકલ-૩ મળી કુલ રૂા. ૧,૧પ,૪૯૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
છોડવડી
ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પીએસઆઈ ડી.જી. બડવા અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં જુગાર રમતા રામજી કથીરીયા, જેન્તીભાઈ સાવલીયા, દેવજીભાઈ ગોંડલીયા, વિજય મકવાણા, રાજુભાઈ રૂપાપરા, જયેશભાઈ ગોંડલીયા, કલ્પેશ પોકીયાને રોકડ રૂા. ૩૧૭૭૦, મોબાઈલ-૭, મોટર સાયકલ-૪ મળી કુલ રૂા. ૧,૪૯,૪૪૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
વિસાવદર
વિસાવદરમાંથી પો.કો. ધવલભાઈ અમૃતભાઈએ જુગાર અંગે રેડ કરતાં યોગેશ મહેા, ધર્મેન્દ્ર ડોડીયા, પરવેઝ બ્લોચ, પીન્ટુ જાેષી, અજય સોલંકી, રહીમભાઈ બ્લોચ, રેનીશભાઈ મારડીયા, રવિદાસ ગોંડલીયા, મહેશભાઈ હરીયાણી, કમલેશ મહેતા પાર્થ વોરાને રોકડ રૂા. ૧૧૧૦૦, મોબાઈલ-૮ મળી કુલ રૂા. ૧૮૧૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
જયાર વિસાવદરનાં પીંડાખાઈ ગામેથી વિસાવદરનાં પો.કો. કિશોરભાઈ કેશુભાએ જુગાર અંગે રેડ કરતાં રમેશભાઈ વઘાસીયા, ભીખુભાઈ રંગાણી, ગોબરભાઈ પટોડીયા, અશોકભાઈ ગોધાણી, કનુભાઈ ઢોલરીયા, ચીરંતનભાઈ તેજાણી, મહેશભાઈ પાનસુરીયાને રોકડ રૂા. ૧૧૩૯૦, હાથ બેટરી મળી કુલ રૂા. ૧૧૪૪૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
મેંદરડા
મેંદરડા તાલુકાનાં અંબાળા ગામની સીમમાં મેંદરડાનાં પીએસઆઈ કે.એમ. મોરી અને સ્ટાફે જુગાર અંગે રેડ કરતાં ભરતભાઈ ચુડાસમા, દિનેશ ઠુંમર, બાલુભાઈ વાવૈયા, ઈમ્તીયાઝ વડગામા, કૈલાશભાઈ કોટડીયા, વિજયભાઈ વિરાણી, મુકેશભાઈ વાવૈયા, મયુરભાઈ કણેતને રોકડ રૂા. ૮૩૩૬૦ તથા મોબાઈલ-૮, મોટર સાયકલ-પ મળી કુલ રૂા. ર,૩૯,૩૬૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
કેશોદ
કેશોદનાં ખમીદાણા ગામે કેશોદનાં પો.હે.કો. પી.એમ. બાબરીયાએ જુગાર અંગે રેડ કરતાં હરીભાઈ પરમાર, ગૌતમભાઈ પરમાર, ગીરધરભાઈ પરમાર, કિશનભાઈ પરમાર, અશોકભાઈ વાજાને રોકડ રૂા. પપ૪૦ સાથે ઝડપી લીધેલ છે.
વંથલી
વંથલીમાં પો.હે.કો. પી.જે. વાળાએ જુગાર અંગે રેડ કરતાં વિક્રમભાઈ જીલડીયા, દિનેશભાઈ ડાંગર, નારણભાઈ જલુ, રાશેભાઈ ડાંગર, જીતેન્દ્રભાઈ જલુને રોકડ રૂા. ૪ર૪૩૦, મોબાઈલ-પ મળી કુલ રૂા. પ૪૯૩૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
કણજા
વંથલીનાં કણજા ગામે વંથલીનાં પો.હે.કો. શૈલેષભાઈ દિપકભાઈ જુગાર અંગે રેડ કરતાં નવનીતભાઈ ભુત, રતીલાલ વાછાણી, વિજય ભીમાણી, કાનાભાઈ છુછર, રમેશભાઈ પરમારને રોકડ રૂા. ૭૬૪૯૦, મોબાઈલ ફોન-પ, મોટર સાયકલ-ર મળી કુલ રૂા. ૧,ર૯,૯૯૦નાં મુદામાલ સાથે ઝડપી લીધલે છે.
માણાવદર
માણાવદરનાં પો.કો. વિપુલભાઈ રમેશભાઈ જુગાર અંગે રેડ પાડતાં રમેશભાઈ વાઘેલા, કાંતીભાઈ જાડેજા, જીતુભાઈ જાડેજા, અજયભાઈ રાઠોડ, અજયભાઈ સોલંકી, કુમનભાઈ રાઠોડ, રમેશભાઈ મકવાણા, હસમુખભાઈ પરમારને રોકડ રૂા. ૬પ૯૦ સાથે ઝડપી લીધેલ છે.
કોડવાવ
બાંટવાનાં કોડવાવ ગામે બાંટવાનાં પીએસઆઈ કે.કે. મારૂ અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં કિશોરભાઈ બોરીચા, અશોકભાઈ સોલંકી, નરસીભાઈ સોંદરવા, રણજીતભાઈ ડોફીયા, મુકેશભાઈ સોલંકી, કમાભાઈ પરમાર, રસીકભાઈ સોંદરવા, હમીરભાઈ મેવાડા, પ્રવિણભાઈ કુડેચાને રોકડ રૂા. ૧૪૮૬૦, મોબાઈલ-પ મળી કુલ રૂા. ૩૦૮૬૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
ગડુ
ચોરવાડનાં ગડુ ગામે ચોરવાડનાં પો.હે.કો. ડી.એચ. કોડીયાતરે જુગાર અંગે રેડ કરતાં ધીરૂભાઈ વાજા, નાથાભાઈ પંડીત, કેયુરભાઈ ખેરૈયા, દિવ્યેશભાઈ પરમાર, સરમણભાઈ પંડીત, સંજયભાઈ વઢવાણાને રોકડ રૂા. પર૧૦ સાથે તેમજ ખેરા ગામેથી કચરાભાઈ વાઢેર, દિલીપભાઈ ઘોડાદરા, હીરા રાઠોડને રોડક રૂા. ૧૮૭૦ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!