વેરાવળ કોર્ટમાં સગીર પુત્રનો તેના નાના – નાની પાસેથી કબ્જો મેળવવા પિતાએ કરેલ અરજી અંગે બંન્ને પક્ષની દલીલો બાદ કોર્ટે દ્વારા અરજી નામંજૂર કરવામાં આવી છે. આ કેસની વિગત આપતા એડવોકેટ ઉમેશભાઇ પટેલે જણાવેલ કે, વેરાવળ તાલુકાનાં નાવદ્રા ગામે રહેતા મહેન્દ્ર જીવાભાઇ વાજાના લગ્ન તાલાળા તાલુકાનાં જશાધાર ગામે રહેતા ભગવાન બાલસની પુત્રી નિકિતા સાથે થયા બાદ તેણીએ એક પુત્રને જન્મ આપેલ હતો. ત્યારબાદમાં નિકિતાબેન બીમાર પડતા તેના માતા-પિતા તેને જૂનાગઢ રાજકોટ અને અમદાવાદની હોસ્પીટલમાં સારવાર માટે લઇ ગયેલ ત્યારે તેણીનું અવસાન થયેલ હતુ. જયારે તેમનો સગીર પુત્ર નિકિતાબેનના માતા-પિતા પાસે હતો. લગભગ છ મહિના પછી બાળકનાં પિતા મહેન્દ્રભાઇએ પોતાના સાસુ-સસરા પાસેથી બાળકનો કબ્જાે પોતાને મળે તે માટે વેરાવળ કોર્ટેમાં અરજી કરી હતી. જેમાં સગીર બાળકને તેના નાના-નાની ગોંધી રાખતા હોય કબ્જો મેળવવા માંગણી કરી હતી. જેમા સામાવાળા ભગવાનભાઇ બાલસ દ્વારા પોતાના એડવોકેટ મારફત બાળક પોતાની પાસે સલામત હોય અને અરજદારે બાળકને ગોંધી રાખ્યો હોવાની ખોટી રજૂઆત કરી છે. અરજદાર મહેન્દ્રભાઇ વાજાએ પોતાની પત્નીની બીમારીની સારવારમાં પણ ધ્યાન આપેલ ન હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરી હતી. બંન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટ દ્વારા અરજદાર મહેન્દ્રભાઇ વાજાની તેના સગીર પુત્રનો કબ્જો તેમને અપાવવાની માંગણી કરતી અરજી નામંજૂર કરતો આદેશ કોર્ટે કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews