પ્રભાસપાટણ તથા સુત્રાપાડા પોલીસે બે જુગારના દરોડામાં જાહેરમાં જુગાર રમતા ૧પ જુગારીઓને રોકડા રૂા.ર૭,પ૯૦ તથા બે મોબાઇલ મળી કુલ રૂા.ર૮,પ૯૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પો.કોન્સ. દિપકભાઇ બાબુભાઇ, મનોજગીરી દીલીપગીરી સહીતના સ્ટાફે બાતમીના આધારે ગધીયા પ્લોટમાં ઢોરા ઉપર કીશોરભાઇ ભીલના મકાન પાસે ખુલ્લામાં જુગાર રમતા દિપક લક્ષ્મણ સોલંકી, રાજુ ઠાકરશી ડાભી, વિઠલ સોમાભાઇ પરમાર, લાલજી નારણભાઇ સોલંકી, વિજય કરમશી સોલંકી, સુરેશ લક્ષ્મણ સોલંકી, ચંદુ વિઠલજી પરમાર, સુરજ રવજીભાઇ સોલંકીને રોકડા રૂા.૧પ,૩૩૦ તથા બે મોબાઇલ કિંમત રૂા.એક હજાર મળી કુલ રૂા.૧૬,૩૩૦ ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઇ જુગારધારા કલમ ૧ર મુજબ ગુન્હો નોંધેલ છે. આ ઉપરાંત સુત્રાપાડા પોલીસ સ્ટેશનના પો.કો. રજનીકાંત મહેતા સહીતના સ્ટાફે તાલુકાના ભુવાવાડા ગામે નવાપરા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા જેસીંગ લખમણ પરમાર, પ્રવિણ બોધાભાઇ ચૌહાણ, અશ્વીન રાયમલ પરમાર, મનુ નાથાભાઇ સોલંકી, જગુ દેવસીભાઇ મકવાણા, બાબુ કાળાભાઇ ગઢીયા, કરશન નાથાભાઇ સોલંકીને રોકડા રૂા.૧ર,ર૬૦ ની સાથે ઝડપી લઇ જુગારધારા કલમ ૧ર મુજબ ગુન્હો નોંધેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews