પંચાયત કેડરના કર્મીઓની પડતર માંગણીઓનો ઉકેલ લાવવા તલાટી મંત્રી મંડળની રજુઆત

ગીર-સોમનાથ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પંચાયત કેડરના કર્મચારીઓની માંગણી અંગે સરકારમાં રજૂઆત કરેલ છે. આ અંગે મંત્રી મંડળના પ્રમુખ એમ.એમ.ભર્ગા, મહામંત્રી બી.એમ.મોરી દ્વારા કરાયેલ રજૂઆતમાં જણાવેલ કે, સરકારમાં સમાન લાયકાત સમાન પગારમાં નિમણુંક થવા છતા પંચાયત વિભાગના વહીવટી-હીસાબી સંવર્ગના કલાર્ક અને નાયબ ચીટનીસને ગ્રેડ-પે તથા બઢતીમાં અન્યાય થાય છે. સીનીયર કલાર્ક (વહીવટી-હીસાબી) ની જગ્યા નાયબ ચીટનીસ-હીસાબનીસ સંવર્ગમાં અપગ્રેડ કરવા તથા નાયબ ચીટનીસ હીસાબનીસ કેડર પંચાયત મંત્રી કેડરના ગ્રેડ પે અપગ્રેડ કરવા પંચાયત કર્મચારીઓની માંગણી ઉઠવા પામેલ છે. આ ઉપરાંત વિકાસ સેવા વર્ગ-ર માં ફકત વિસ્તરણ અધિકારી પંચાયત – નાયબ ચીટનીસ – પંચાયત મંત્રી કેડરને જ પ્રમોશન આપવા માટે પણ રજૂઆત કરવામાં આવેલ છે. પંચાયત કેડરના કર્મચારીઓની પડતર માંગણીઓનો વહેલાસર ઉકેલ લાવવા માંગ કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!