જૂનાગઢના ગિરનાર ક્ષેત્રમાં આવેલ સરકડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસબાપુ ઉપર જીવલેણ હુમલો કરવાના બનાવમાં હુમલાખોરો સામે પગલાં લઈ કડક સજા આપવા શ્રી વૈષ્ણવ વિરકત ગિરનાર મંડળ દ્વારા જુનાગઢ જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવી માંગણી કરી છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને પાઠવાયેલ આવેદન પત્રમાં જણાવાયું છે કે, તાજેતરમાં ગીરનાર ક્ષેત્રમાં આવેલ પ્રસિધ્ધ સરકડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસબાપુ ગુરૂ રઘુદાસબાપુ ઉપર ગોલાધરના શખ્સો દ્વારા કુહાડી, લાકડી, ધારીયા, પાઈપ વડે હત્યા કરવાના ઈરાદાથી જીવલેણ હુમલો કરતાં સમગ્ર સાધુ સમાજ, સેવાગણની ધાર્મિક લાગણી દુભાયેલ છે. આવારા તત્વો દ્વારા નવાર નવાર સાધુઓની હત્યા થતી રહેલ હોય આવા શખ્સોને સમાજમાં દાખલારૂપ સજા કરવા તેમજ ભય ફેલાવનાર હુમલાખોરો સામે ફોજદારી રાહે પગલાં ભરી અટકાયત કરવા, હદપારી કરવા, પાસા સંબંધે અટકાયત કરી સાધુઓ ઉપર થતા હુમલાઓ રોકવા જરૂરી છે તેમ જણાવી આવેદનપત્રમાં શ્રી વૈષ્ણવ વિરકત ગીરનાર મંડળના પ્રમુખ મહંત રામદાસજી અને ઉપપ્રમુખ દિનબંધુદાસજીએ માંગણી કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews