ગીર સોમનાથમાં કોરોનાના વધુ ૩૨ કેસ આવ્યા, ૨૬ ને ડીસ્ચાર્જ કરાયા

ગીર સોમનાથ જીલ્લામાં કોરોના પોઝીટીવનો આંક અત્યાર સુધીમાં સૌથી વધુ ૩ર દર્દીઓ પોઝીટીવ આવેલ છે જેમાં જીલ્લાના મુખ્ય મથક વેરાવળના ર૯ કેસો સાથે જીલ્લામાં ૬૪૪ સુધી આંક પહોંચેલ છે. કોરોનાની સારવાર હેઠળના ર૬ દર્દીઓ સ્વ્સ્થ થતા રજા આપી દેવામાં આવી છે.
ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળમાં કોરોના પોઝીટીવનો રેકોર્ડ બ્રેક આંક આવેલ છે. જીલ્લાના બે તાલુકામાંથી ૩ર જેટલા પોઝીટીવ કેસો આવેલ છે જેમાં વેરાવળમાં – ર૯ તથા કોડીનાર – ૩ મળી કુલ ૩ર કોરોના પોઝીટીવ દર્દીઓ આવેલ છે. જયારે સારવાર હેઠળના દર્દીઓ પૈકી ર૬ સ્વસ્થ થતાં તેમને ડીસ્ચાર્જ કરાયા છે જેમાં વેરાવળના ૧૬, સુત્રાપાડાના ૧, કોડીનારના ૧, ઉનાના ર અને તાલાલાના પ તેમજ અન્ય જીલ્લાના ૧ નો સમાવેશ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!