સોમનાથ મહાદેવના દર્શન બાદ રાજસ્થાનના ૬ ધારાસભ્યો અજ્ઞાતવાસમાં

રાજસ્થાવનના રાજકીય ધમાસણ વચ્ચે શનિવારની રાત્રીના રોકાણ અને મહાદેવના દર્શનાર્થે પધારેલ રાજસ્થાન ભાજપના છ ધારાસભ્યોને મોડીરાત્રે અજ્ઞાત સ્થળે ખસેડાયા હોવાના વહેતા થયેલા અહેવાલોને પગલે દિવસભર ધારાસભ્યોભના ઠેકાણાને લઇ તરેહ તરેહની ચર્ચાઓ થઇ રહી છે. ઘારાસભ્યોને સુરક્ષીત સાચવવાનું ઓપરેશન ભાજપનું સંગઠન કરી રહયુ હોવાની માહિતી સુત્રોમાંથી મળી રહી છે. હાલ રાજસ્થાન ભાજપના ધારાસભ્યો પોરબંદર નજીકના ઘેડ પંથકમાં કોઇ હોટલ – રીસોર્ટમાં કે ટોચના ભાજપના નેતાના ફાર્મ હાઉસમાં હોવાની ચર્ચાએ જોર પકડયુ છે. જો કે, ગતમોડીરાત્રીના એકાએક સોમનાથથી રવાના થયા બાદ રાજસ્થાનના ધારાસભ્યો કયાં તે મુદ્દે દિવસભર ચર્ચાઓ ચાલી હતી.
રાજસ્થાનના ૬ ધારાસભ્યો શનિવારની રાત્રીના સાડા આઠ વાગ્યે આસપાસ સોમનાથ પહોંચેલ ત્યારે સ્થાનીક ભાજપ સંગઠનના મહામંત્રી માનસિંહ પરમાર, દેવાભાઇ ધારેચા, ભરત ચોલેરા, કપીલ મહેતા સહિતના નેતાઓએ સ્વાગત કર્યું હતું. તમામ ૬ ધારાસભ્યોનું રાત્રી રોકાણ સોમનાથના સાગરદર્શનમાં હોવાથી છ રૂમો પણ બુક હતા. જો કે, ધારાસભ્યોએ પ્રથમ રાત્રીના દર્શન કરેલ ત્યારબાદ સાગરદર્શનમાં ભોજન કરી આરામ કરી રહેલ હતા. દરમ્યાન મોડીરાત્રીના બેથી ત્રણ વાગ્યાં આસપાસ છએય ધારાસભ્યોને સોરઠના એક ભાજપના આગેવાન લઇ અન્યથ સ્થળે રવાના થઇ ગયા હતા.
જો કે, આ માહિતી વહેલી સવારે બહાર આવતા ચકચાર પ્રસરી હતી. રાજસ્થાનના ધારાસભ્યોને કયાં સ્થળે લઇ જવાયા તે અંગે દિવસભર ચર્ચાનો દોર ચાલ્યો હતો. જેમાં જુદા-જુદા સ્થળોની વિગતોની ચર્ચાઓ થઇ રહી હતી. જેમાં પ્રથમ ધારાસભ્યોને સાસણના ગીર જંગલ વિસ્તારમાં આવેલા અસંખ્ય ફાર્મહાઉસ પૈકીના કોઇ એકમાં રખાયા હોવાની અને ત્યારબાદ ધારાસભ્યોાને પોરબંદરથી નજીકના ઘેડ પંથકમાં કોઇ હોટલ-રીસોર્ટ કે ભાજપના આગેવાનના ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા હોવાની ચર્ચાઓ સુત્રોમાં ચાલી હતી. મોડીરાત સુધી રાજસ્થાખનના ઘારાસભ્યો કયાં છે…? તે એક અણઉકેલ પ્રશ્ન રહયો હતો. આ સવાલ અંગે સ્થાનીક ભાજપના નેતાઓને કંઇ ખબર નથી એવો જવાબ આપી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!