ગીરજંગલ અને સિંહોનું અસ્તિત્વ જૂનાગઢનાં તત્કાલીન નવાબ મહાબતખાનજીને આભારી

0

જૂનાગઢના નવાબ સાહેબ સર મહાબતખાનજી ત્રીજાને ગીરનું જંગલ એશિયાઈ સિંહોનું અંતિમ અને તેને સુરક્ષિત રાખવાનો શ્રેય જાય છે. મહાબતખાનજી ના હોત તો કદાચ આજે ગીરના જંગલનું અસ્તિત્વ જ ના હોત. એ સમયે જે ગીરમાં માત્ર ૧૦ થી ૧૨ સિંહો જ બચ્યા હતા, ત્યાં ધીમેધીમે સિંહોની વસ્તી વધવા લાગી હતી. ૧૯૫૦ આવતા સુધીમાં સિંહોની સંખ્યા ૨૦૦નો આંકડો પાર કરી ગઈ હતી. ૧૯૨૦માં જૂનાગઢની ગાદી સંભાળનારા મહાબતખાન ત્રીજાએ સિંહને જૂનાગઢની અસ્મિતા સાથે જોડ્યા હતાં. તેમણે સિંહને ‘રાજ્યાશ્રય’ આપ્યો અને સિંહનો શિકાર બંધ કરાવ્યો હતો. નવાબી શાસન દરમ્યાન ૧૩ વર્ષમાં માત્ર એક વખત જ સિંહનો શિકાર થયો હતો. ૯ જૂલાઈ ૧૯૬૯ના દિવસે ભારત સરકારે સિંહોને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કર્યા હતા. જોકે, ૧૮ નવેમ્બર ૧૯૭૨ના રોજ આ સ્થાન વાઘને આપી દેવાયું હતું. ગીરમાં વર્ષ ૨૦૧૧ દરમ્યાન સિંહોની સંખ્યા ૩૦૮ હતી. જે ૨૦૧૫ સુધીમાં ૫૨૩ ઉપર પહોંચી હતી. જોકે, વર્ષ ૨૦૨૦માં આ સંખ્યા ૨૯ ટકા વધી છે ૬૭૪ થઈ ગઈ છે. વર્ષ ૨૦૨૦ની ગણતરી અનુસાર સિંહોનો રહેણાક વિસ્તાર ૨૦૧૫ના ૨૨ હજાર સ્કૅવર કિલોમિટરથી વધીને ૩૦ હજાર સ્ક્વૅર કિલોમિટર થઈ ગયો છે.
એશિયાટીક સિંહોના અંતિમ સ્થાન ગીર
એક સમયે સિંહો ગીરમાં જ જોવા મળતાં હતા. આજે ૧૮૦૦ ગામડાઓમાં સિંહો આંટાફેરા કરતાં જોવા મળે છે. ૧૯૧૩માં લુપ્ત થયેલી આ પ્રજાતીના ૨૦થી પણ ઓછા સિંહો નોંધાયા હતા. ગીર દુનિયાભરમાં એશિયાટીક સિંહોના અંતિમ સ્થાન તરીકે જાણીતું છે. માત્ર ગીરમાં જ બચેલા એશયાઈ સિંહોની સંખ્યામા વર્ષ ૧૯૬૮ સુધી સતત ઉતાર-ચડાવ આવ્યો હતો. બાદમાં ૧૯૭૪થી લઈને આજ દીન સુધી સતત વધારો નોંધાતો આવ્યો છે. જેમાં ૧૯૧૩માં ગીરમાં ૨૦થી પણ ઓછા સિંહો નોંધાયા હતા. જે આ જે ૫૨૩ની સંખ્યા પાર કરી છે. સરકાર દ્વારા લુપ્ત થતી પ્રજાતી તરીકે સુચિત કરવામાં આવેલા ગીરના સિંહોએ આજે પોતાનું મૂળ રહેણાંક ગીરને બદલે ચાર જીલ્લાના ૧૮૦૦ ગામડાઓમાં વશવાટ શરૂ કર્યો છે. જેમાં સિંહોની સંખ્યા વધવાની સાથે સાથે તેનો વિસ્તાર પણ રોજબરોજ સતત વધતો જાય છે. સિંહોને બચાવવા માટે સરકારે સૌપ્રથમ સપ્ટેમ્બર ૧૯૬૫માં ૧૨૬૫.૧ ચોરસ કિલોમિટર વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કર્યો હતો. પછી તેને ૧૪૧૨.૧ ચોરસ કિલોમિટર સુધી વિસ્તારવામાં આવ્યો. બાદમાં સમયાંતરે નવા રહેણાંકો આસપાસના જંગલોને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. જેમાં ગીરનાર અભયારણ્ય, મીતયાળા અભયારણ્ય, પાણીયા અભયારણ્ય, અને બરડાને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યા છે. ગીરમાં જ બચેલા સિંહોની સંખ્યામાં થઈ રહેલા સતત વધારા પાછળ ગીરની બોર્ડર ઉપરના લોકોનો પણ ખૂબ જ મહત્વનો ફાળો છે. હવે આ સિંહો ધીમે ધીમે હજુ પણ તેની ટેરેટરી વધારી રહ્યા છે. ત્યારે નવા રહેણાંકના લોકો દ્વારા સિંહો પ્રત્યે કેવું વર્તન થાય અને તેને બચાવી રાખવામાં કેટલા મદદરૂપ થાય તેના ઉપર વનવિભાગ નજર રાખી રહ્યું છે. કારણકે સિંહો તેનો વિસ્તાર વધારી રહ્યાં છે. પરંતુ ગીરના લોકો દ્વારા સિંહોને હુંફ, પ્રેમ, મળી રહ્યો છે તેવો પ્રેમ અને હુંફ હજુ નવા રહેણાંક વિસ્તારોમાં ન મળતો હોવાનું વન વિભાગમાં ચર્ચાઈ રહ્યું છે.
ગીરના લોકો સિંહને દેખે એટલે તરત જ નજીક જાય છે. જ્યારે નવા રહેણાંકના લોકો સિંહને દેખતાં દૂર જતાં રહે છે. વનવિભાગ દ્વારા રેડિયો કોલરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સિંહની ટેરેટરી વધુમાં વધુ ૧૧૦ ચોરસ કિલોમિટરની હોય છે અને માદાની ટેરેટરી ૫૦ ચોરસ કિલોમિટરની હોવાનું સામે આવ્યું છે. સિંહો માટે જંગલની આગ, કુદરતી આફતો, શિકાર, પ્રવાસન, માનવીય કારણો, ખુલ્લા કુવાઓ અને પૂરપાટ દોડતી રેલવે આફતરૂપ છે. દુનિયામાં એશિયાટીક લાયન, બારબરી લાયન, વેસ્ટ આફ્રિકન લાયન, કોંગો લાયન, સાઉથ વેસ્ટ આફ્રિકન લાયન, મસાઈ લાયન, ટ્રાન્સવાલ લાયન અને ઈથ્યોપીયન લાયન એમ આઠ પ્રજાતીના સિંહો છે. સિંહ ખુંખાર પ્રાણી છે. સિંહ ખુંખાર પ્રાણી હોવા છતાં પણ ડરના માર્યા જ હુમલો કરે છે. પરંતુ સિંહોએ કરેલા માનવમૃત્યું કરતાં મનુષ્યએ સિંહોની હત્યા વધુ કરી છે. આવા અનેક કારણોને લઈને સિંહનો ખાનદાન પ્રાણી તરીકેનો દાખલો આપવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!