જામકંડોરણા તાલુકાનાં ધારેશ્વર મહાદેવ(ધકાધાર) મંદિરે શ્રાવણ માસે પૂજા અર્ચના : શિવજીનો અનેરો મહિમા

0

જામકંડોરણા તાલુકામાં અનેક મહાદેવના મંદિર આવેલ છે. જેમાં આપણે વાત કરશું ધારેશ્વર મહાદેવ મંદિરની. જામકંડોરણા તાલુકામાં જામકંડોરણાથી ૧૦ કીમી દૂર આવેલું છે ધારેશ્વર મહાદેવનું મંદિર. આ શિવમંદિરનો અનેરો મહિમા રહેલો છે. વિશાલ જગ્યામાં ધારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આજુબાજુના ગામ પીપરડી, વાવડી, વિનલનગર, બંધિયા, ઉજળા, બાલાપર, ચરેલ, પાદરિયાના ભક્તો દર શ્રાવણ મહિનામાં પૂજા અર્ચના કરે છે. આ દરેક ગામની સીમા રેખા ઉપર આવેલું છે ધારેશ્વર મહાદેવ નું મંદિર. આ મંદિરની સ્થાપના વર્ષો પેલા પ.પૂ. ચંદ્રેસગીરીબાપુએ કરેલી હતી. જે વર્ષો પેલા અહીં શિવલિંગની પૂજા અર્ચના કરતા હતા. હાલ અહીં વિશાળ શિવજી મહાદેવનું મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે. પ.પૂ.ચંદ્રેસગીરીબાપુ દેવ થઇ ગયેલ છે. હાલ મંદિરમાં પૂજા અર્ચના પૂ. ચંદનગીરી બાપુ દ્વારા કરવામાં આવે છે. પૌરાણિક ગાથા પ્રમાણે અહીં ગાયોનું ધણ આવતું અને ગાય પોતાના દૂધથી સ્વંભુ શિવલિંગને દૂધથી અભિષેક કરતી. આવા અનેક ચમત્કારો અહીંના ભક્તો મોઢે સાંભળવામાં આવે છે. જે ભક્તિની શક્તિ દરસાવે છે. શ્રાવણ મહિનાના દર સોમવારે અહીં ભક્તોની ભારે ભીડ રહે છે. અહીં ડુંગરની ટોચ ઉપર સરસ મજાનું આશાપુરા મંદિર પણ આવેલું છે. જે એક રમણીય સ્થળ છે. અહીં આસપાસના ગામના લોકો આશાપુરા મંદિરમાં અનેરી શ્રધ્ધા ધરાવે છે. ધારેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિનામાં શિવભક્તો દર્શન કરવા ઉમટી પડે છે. દર વર્ષે ધારેશ્વર મહાદેવ મંદિરના શિવભક્તો દ્વારા પ.પૂ. ચંદ્રેસગીરીબાપુની પુણ્યતિથી ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં સપ્તાહ પણ કરવામાં આવે છે. પ.પૂ.ચંદ્રેસગીરીબાપુના ભક્ત દ્વારા ચન્દ્રેશગીરી બાપુનું મંદિર પણ બનાવી આપેલ છે. હાલ કોરોનાની મહામારીમાંથી ઝડપથી બહાર નીકળીએ એવી ધારેશ્વર મહાદેવને પ્રાર્થના કરીએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!