ઉના તાલુકાના દરિયાકાંઠે આવેલા નવાબંદર ગામના માછીમાર બાબુભાઈ બાંભણિયા નિઝામુદ્દીન ૧ નામની બોટમાં ખલાસી તરીકે કામ કરતા હતા પરંતુ માર્ચ ૨૦૧૭માં પાકિસ્તાન મરીન સિકયુરિટી ગાર્ડ દ્વારા ભારત પાકિસ્તાન દરિયાઇ જળસીમા નજીક આ બોટ સહિત ૭ વ્યક્તિને બંદી બનાવી જેલમાં કેદ કર્યા હતા. સજા પૂર્ણ થતાં નવાબંદર આ માછીમાર સિવાય તમામ ૬ માછીમાર પાકિસ્તાનની જેલમાંથી વર્ષ ૨૦૧૮ માદરે વતન પહોંચ્યા પરંતુ બાબુભાઈ બાંભણિયાને મુક્ત કર્યા ન હતા. તેમણે જેલમાંથી પરિવારને પત્ર લખ્યો ત્યારે ખબર પડી કે પાકિસ્તાન જેલમાં તેમનાં પિતાનું નામ ભૂલથી કરશનભાઈની જગ્યાએ કિશનભાઈ લખાઇ ગયું હતું જેથી તેમને મુક્ત કરવામાં આવ્યા નથી. ત્યારબાદ તેમનાં પરિવારે તેમને જેલમાંથી છોડાવવા માટે અંદાજે ૫૦ જેટલા રાજકીય અને સામાજિક આગેવાનોને તેમની ફાઈલ અને જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા હતા પરંતુ એકપણ આગેવાન પાસેથી હકારાત્મક જવાબ મળ્યો ન હતો. અંતે તો આ પરિવાર પણ હિંમત હારી ગયો હતો. આ માછીમાર જેલમાંથી તેનાં પરિવાર ટપાલ લખતો તેમાં તેને મુક્ત કરાવવા માટે પોતાની વેદના વ્યક્ત કરતો પરંતુ અજ્ઞાન અને અશિક્ષિત પરિવારને કોઈ રસ્તો દેખાતો નહોતો. ત્યારે આ વાતની જાણ થોડા દિવસો પહેલાં જ ઉનાના યુવા આગેવાન રસિકભાઈ ચાવડા અને રાજુલાના યુવા આગેવાન અજય શિયાળને મળતા તેવો આ પરિવારનો સંપર્ક કરી તેમની પાસેથી તેની ફાઈલ તથા જરૂરી ડોક્યુમેન્ટ મંગાવેલા અને આ બંને આગેવાનો એ તેનો અભ્યાસ કરી મહામહિમ રાષ્ટ્રપતિ, ભારતીય હાઈ કમિશન ઈસ્લામાબાદ, વિદેશ મંત્રાલય, વિદેશ મંત્રીનાં કાર્યાલય તથા ફિશરીઝ કમિશ્નર ગાંધીનગર સહિતના વિભાગોને પત્ર લખી આ માછીમારનાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે જોડીને ગત જુલાઇ મહિનામાં જ રજૂઆત કરે છે અને ફક્ત ૧૫ દિવસ જેવા ટૂંકા ગાળામાં આ પત્રોનો હકારાત્મક જવાબ ભારતીય હાઈ કમિશન ઈસ્લામાબાદ તથા ફિશરીઝ કમિશ્નર ગાંધીનગર તરફથી મળે છે તેમાં જણાવે છે કે આ માછીમારનાં પિતાનાં નામમાં ભૂલ ગૃહ મંત્રાલય દ્વારા સુધારેલી લેવા આવી છે અને અન્ય જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી દીધી છે અને આ માછીમારને વહેલી તકે જેલમાંથી મુક્ત કરાવવા માટે હાઈ કમિશન પ્રયત્નશીલ છે. ત્યારે આ સમાચાર નવાબંદરનાં આ માછીમારનાં પરિવારને મળતા હિંમત હારી ગયેલા પરિવારમાં તેમના સ્નેહીજન વહેલી તકે જેલમાંથી છુટવાની આશા બંધાઈ છે ત્યારે આ બંને યુવા આગેવાનોએ આ માછીમાર માટે કરેલ મહેનત રંગ લાવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews