વેરાવળ રોટરી કલબના નવા હોદેદારો નિમાયા…

0

 

વેરાવળ રોટરી ક્લબ દ્વારા શપથવિધી સમારોહનું આયોજન થયેલ હતુ. જેમાં રોટરી ડિસ્ટ્રીકટ ૩૦૬૦ ના ગવર્નર પ્રશાંત જાનીએ વર્ષ ૨૦૨૦-૨૧ ના પ્રમુખ રાજેશ પુરોહીત તથા સેક્રેટરી રોનક મોદીને શપથ લેવડાવેલ હતા. ડિસ્ટ્રીકટ ગવર્નરે વર્ષ ૨૦૧૯-૨૦ માં સુંદર કામગીરી કરવા બદલ સમગ્ર ટીમને બિરદાવેલ તથા નવા વર્ષમાં નવી ટીમને આવકારેલ હતી. રોટરી ઇન્ટરનેશનલની નવા વર્ષની ગાઇડ લાઇનનું વેરાવળ રોટરી ક્લબને માર્ગદર્શન આપેલ હતું. વેરાવળ રોટરી ક્લબના નવા નિમાયેલા પ્રમુખ રો.રાજેશ પુરોહીત દ્વારા આ વર્ષે પણ વેરાવળ-સોમનાથ શહેરમાં સામાજીક અને શૈક્ષણીક તેમજ મેડીકલને લગતા પ્રોજેકટો કરવામાં આવશે સાથો સાથ આજની યુવા પેઢી આવતીકાલનું ભવિષ્ય છે તે માટે વેરાવળના યુવાનો માટે રોટરેકટ ક્લબ અને ઇન્ટ્રેક ક્લબની સ્થાપના પણ કરવામાં આવનાર હોવાનું સેક્રેટરી ભગવાન સોનૈયાએ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!