મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં રાજય સરકારે તા.૭ ઓગષ્ટના રોજ ૪ વર્ષ સફળતાપુર્વક પુર્ણ કર્યા છે. જેને લઇ રાજ્યની તમામ મહાનગરપાલીકાઓ અને નગર પાલીકાઓને સર્વાંગી વિકાસ માટે જરૂરી એવા કામો કરવા માટે રૂા.૧ હજાર કરોડના ચેક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જુદી-જુદી પાલીકાના પદાધિકારીઓને વિકાસની કરોડોની ગ્રાન્ટના ચેકો ઓનલાઇન અર્પણ કર્યા હતા.
આ સમારોહમાં ગીર સોમનાથ સેવા સદન પદાધિકારીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. ત્યારબાદ સેવા સદન ખાતે રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, પુર્વમંત્રી જશાભાઈ બારડ, કલેકટર અજયપ્રકાશ સહિતનાએ જીલ્લારની પાંચેય પાલીકાના અધિકારીઓ અને પદાધિકારીઓને સર્વાંગી વિકાસ માટેની ગ્રાન્ટના ચેકો એનાયત કર્યા હતા. વેરાવળ પાલીકાને રૂા.૨.૫૦ કરોડ, ઉના પાલીકાને રૂા.૧.૫૦ કરોડ, કોડીનાર પાલીકાને રૂા.૧.૧૨ કરોડ, સુત્રાપાડા પાલીકાને રૂા.૧.૧૨ કરોડ અને તાલાળા પાલીકાને રૂા.૫૦ લાખ મળી જીલ્લાની પાંચે પાલીકાને રૂા.૬.૭૫ કરોડની રકમ વિકાસ કામો માટે રાજય સરકારે ફાળવી છે.
આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, કોરોનાના કપરા કાળ વચ્ચે પણ ગુજરાતની વિકાસયાત્રા વણથંભી રહે અને વિકાસ ન અટકે તે માટે રાજયની તમામ પાલીકાઓના સર્વાંગી વિકાસ માટે રૂા.૧૦૬૫ કરોડની રકમની ફાળવણી કરવામાં આવી છે. આ રકમ શહેરી વિસ્તારને આધુનિક, માણવાલાયક અને રળીયામણું બનાવવા માટે વાપરવાની જોગવાઇ સાથે આપવામાં આવી છે. જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્રને રાજય સરકારે સાર્થક કરવાની દિશામાં આ વધુ એક પગલુ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews