દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પોલીસ વડાએ ચાર્જ સંભાળ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદની તાજેતરમાં અમદાવાદ ખાતે બદલી થતાં તેમના સ્થાને નવા મુકાયેલા આઈ.પી.એસ. અધિકારી સુનિલ જોશીએ ગઈકાલે રવિવારે સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા તરીકે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. ૨૦૧૦ની બેચના આઈ.પી.એસ. અધિકારી સુનિલ જોશીએ વલસાડથી બદલી પામી, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા તરીકે પોતાનો ચાર્જ સંભાળી, ગઈકાલે રવિવારે બપોરે જિલ્લાના એલ.સી.બી., એસ.ઓ.જી., એલ. આઈ. બી. વિગેરે વિભાગના વડાઓ સાથે મીટીંગ યોજી અને જિલ્લામાં ગુનાઓ અંગેની માહિતી મેળવી હતી. આટલું જ નહીં, બપોર બાદ તેઓએ સુવિખ્યાત જગત મંદિર શ્રી દ્વારકાધીશના દર્શન પણ કરી અને દ્વારકા તાલુકાના પોલીસ અધિકારીઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા પણ કરી હતી. આમ, નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો તાગ મેળવી, આગામી દિવસોમાં કાયદા નિયમની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બને તે માટે વધુ નક્કર પગલા લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!