કેશવ ક્રેડીટ સોસાયટી ઉના દ્વારા ૯૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

0

ઉના તાલુકામાં આવેલ શ્રી કેશવ કો ઓપરેટિવ ક્રેડીટ સોસાયટી લી.જૂનાગઢની શાખા દ્વારા તાલુકાના દતક લીધેલા અમોદ્રા, સુલતાનપુર, કેશરીયા, તડ, ઈંટવાયા, ફાટસર, વડવીયાળા, નવાબંદર અને દેલવાડા જેવા ગામોમાં ગ્રામીણ વિકાસ તથા સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે જેમાં ૯૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં દેલવાડા ગામે થયેલ વૃક્ષારોપણમાં ઉના શાખાના સંયોજક હરકિશનભાઈ શાહ, ગીર સોમનાથ જીલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન હરીભાઇ સોલંકી, દેલવાડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ શબીરશા બાનવા, યુવાન અગ્રણી હીરેનભાઈ બાંભણીયા, માવજીભાઈ વાઢેર, લખુભાઈ, વિશાલભાઈ બાંભણીયા, શ્રી રાધા કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ દેલવાડાના યુવાનો તેમજ ખંઢેરા ગામનાં આગેવાન પ્રવિણભાઈ તેમજ ઉના શાખાના મેનેજર ઉપેન્દ્રભાઈ રોજાસરા દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ તાલુકાના અન્ય દતક લીધેલા ગામોમાં ઉના શાખાનાં માનસિંહભાઈ જાદવ, કમલેશભાઈ સોલંકી, ચંદુભાઈ બાંભણીયા, ઘારમીકભાઈ, જયદીપભાઈ અને યોગેશભાઈ વાજા દ્વારા વૃક્ષારોપણ કરી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!