સોમનાથ મહાદેવ મંદિરે ત્રીજા સોમવારે દર્શનાર્થીઓની સાવ પાંખી હાજરી

ભારત બાર જયોર્તિલિંગ પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવા મંદિરે પવિત્ર શ્રાવણ માસનાં ત્રીજા સોમવારે દર્શનાર્થી ભાવિકોની ખૂબ જ પાંખી હાજરી જાેવા મળી છે. આમ છતા સોમનાથ મહાદેવમાં અખૂટ શ્રધ્ધા-ભાવ ધરાવતા રાજકોટ, સુરત, અમદાવાદનાં અને પ્રત્યેક શ્રાવણ માસનાં સોમવારે અગર પવિત્ર માસમાં સોમનાથ આવતા ભાવિકો આજે તેઓનાં નિત્યક્રમ-શ્રધ્ધાા સાથે સેમનાથ આવતા રહ્યા અને પૂજા, પાઠ, ધજાપૂજા, દર્શન અને શ્રધ્ધાથી ભગવાનનાં દર્શન કરી ધન્ય બન્યા. પવિત્ર શ્રાવણ માસનાં ત્રીજા સોમવાર આજે મહાદેવને રૂદ્રાક્ષ શણગારથી શોભાયમાન કરી દિપમાળા અને મહાપૂજાા સહિતનાં કાર્યક્રમ સરકારની માર્ગદર્શિકામાં રહી કરાયા અને ઓનલાઈના દર્શનથી ઘેરબેઠે લાખો શિવભકતો શિવમય બન્યા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!