આ વૃધ્ધ કે જેમણે પોતાનું જીવન વૃક્ષનાં વાવેતર પ્રત્યે જ હોમી દીધું છે. વાત છે ઉપલેટાનાં ભાયાવદરમાં રહેતા પ્રેમજીભાઈ કે જેઓને વૃક્ષો પ્રત્યે બહું પ્રેમ હોય જેથી તેમને ઝાડ વાળા બાપા તરીકે ઓળખે છે. ૪પ વર્ષનાં સમયમાં એક કરોડથી પણ વધારે જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. ત્યારે તેમના મૃત્યુંમાં પણ વૃક્ષોનો પ્રેમ જળવાય જાય તેમ અગત્યનો સંકલ્પ લીધો હોય તેમ અંતીમ દાહમાં લાકડાનો ઉપયોગ ના થાય અને મૃત્યું પછી અગ્ની સંસ્કારનાં બદલે સમાધીનાં નિર્ણયને લઈને સમાધીનો ખાડો પણ ખોદી રાખ્યો છે. વૃક્ષો અને પાણી સંગ્રહ માટે તેમને મુંબઈનો ધંધો છોડી અહી આવી અભિયાન ચાલુ કર્યું હતું. તેમણે પોતાનાં માટે સમાધી તૈયાર કરાવી છે પણ વૃક્ષ રોપવાની યોજનાને તૈયારી રાખી છે. બાદમાં આ જમીન ગામનાં ખેડૂતોને વાપરવા આપવામાં ઈચ્છા વ્યકત કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews