સાતમ-આઠમનાં તહેવારને લઈ ઠેર ઠેર જનતા તાવડાઓ શરૂ થઈ જતા હોય છે. લાલચું વેપારીઓ વધારે નફો કમાવાની લાલચમાં ગુણવત્તા વગરનાં તેલમાં એકથી વધારે વાર ફરસાણ બનાવતા હોય છે. તે ઉપરાંત મીઠાઈઓ પણ વાસી થઈ જતી હોય છે તે મીઠાઈઓ લોકોને ધાબડી દેવામાં આવે છે. જેને લઈને લોકોનાં આરોગ્યને જીવનું જાેખમ પણ થઈ શકે છે. ત્યારે જૂનાગઢનાં ફ્રુડ એન્ડ ડ્રગ્સનાં અધિકારીઓ જાણે નિંદ્રામાં હોય તેમ ચેંકિગ સહિતની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
જન્માષ્ટમીનાં તહેવારની ઉજવણીનાં ભાગરૂપે દર વર્ષે મીઠાઈ-ફરસાણનું વધારે વેંચાણ થતું હોય છે. હાલનાં સમયમાં લોકો આળસુ બની ગયા હોય અને ઘરે બનાવવાને બદલે તૈયાર ફરસાણ અને મીઠાઈ લઈ આવે છે પરંતુ તે તેનાં માટે કયારેક જાેખમી સાબીત થઈ શકે છે. જૂનાગઢ શહેરમાં પણ સાતમ-આઠમનાં તહેવારને લઈ મીઠાઈ-ફરસાણની દુકાનો ઉપર લોકોની ભીડ જાેવા મળી રહે છે. તે ખરીદી કરતા તે મીઠાઈ અને ફરસાણમાં કેટલીક ગુણવત્તા છે તે માપવા માટે તંત્ર દ્વારા કાર્યાવહી કરવામાં આવતી નથી. હાલ ચોમાસાની સીઝન અને વરસાદી માહોલમાં વાસી મીઠાઈનાં કારણે લોકોનું આરોગ્ય જાેખમાઈ શકે છે. ત્યારે લોકોનાં આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દુકાનો ઉપર દરોડા પાડવામાં આવે છે. દર વર્ષે દુકાનો ઉપર અધિકારીઓ દ્વારા દરોડા પાડી ખાદ્ય પર્દાથોનાં નમૂના લઈ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે આ વર્ષે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એક પણ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા નથી. જેને લઈને અધિકારીઓની દુકાન દારો સાથે મીલીભગત હોવાનું પણ ચર્ચા રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા સરકાર દ્વારા પરીપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે ફરસાણનાં વેપારીઓ એક જ વખત તેલમાં ફરસાણ બનાવશે અને તે તેલ ફરી વખત ઉપયોગમાં લેશે નહી પરંતુ આ પરીપત્રનો ઉલાળીયો થતો હોય તેમ વેપારીઓ છ-સાત વખત એકને એક તેલમાં ફરસાણ બનાવે છે. ત્યારે હવે નીંદ્રામાં સુતેલું જૂનાગઢ મહાનગર પાલિકાનું ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાગે અને ફરસાણ મીઠાઈની દુકાનોમાં તપાસ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews