જૂનાગઢ શહેરમાં આવેલા મુખ્ય માર્ગોની હાલત આજે ખૂબજ દયનીય બની ગઈ છે. કયાંક પ્રાઈવેટ કંપનીનાં કામ તો કયાંક ભૂગર્ભ યોજનાની કામગીરી અંતર્ગત ખોદાયેલા રસ્તા બરોબર રીપેરીંગ થયા નથી અને ત્યાં જ ચોમાસુ શરૂ થઈ ગયું હોય, જયાં થીગડા મારી કે કોંક્રીટ પાથરી રસ્તાના ખાડા બુરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. એટલું જ નહી જયશ્રી રોડને મઢવાનું કામ પણ હાથ ધરવામાં આવેલ હતું અને ત્યાં જ ચોમાસુ શરૂ થઈ જતાં આ કામો અટકી ગયા છે અને જૂનાગઢ શહેર જાણે ખરબચડા નગરમાં ફેરવાય ગયું હોય તેવી હાલત થઈ ગઈ છે જેને લઈને લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકા કમિશ્નર તુષાર સુમેરાનો સંપર્ક સાધતા જૂનાગઢ શહેરનાં રસ્તાઓની સ્થિતિ, પ્રજાની હાલાકી વગેરે બાબતે પૃછા કરી અને પ્રજા જે હાડમારી ભોગવી રહી છે તેના ઉકેલ માટે શું કાર્યવાહી કરવાના છો ? તે અંગેની રજુઆત કરતા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીત કરતા મ્યુની. કમિશ્નર તુષાર સુમેરાએ જૂનાગઢવાસીઓને થોડોક સમય તકલીફ અને પરેશાનીમાં રહેવું પડશે ત્યારે આ સમયમાં મનપા તંત્રને સહયોગ આપવા અનુરોધ કરેલ છે તે સાથે તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરનાં રસ્તાઓ માટેની નાણાંકીય ફાળવણી થઈ ગઈ છે અંદાજીત રૂા. ૩ કરોડ જેવું ફંડ રાખવામાં આવેલ છે અને ગત વર્ષથી જ રસ્તાઓ અંગેની ટેન્ડર પ્રક્રિયા, વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છે અને જે તે કોન્ટ્રાકટરો દ્વારા કામ શરૂ કરવામાં આવનાર છે. વચ્ચે જયશ્રી રોડ ઉપર રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી પરંતુ ચોમાસુ આવી જતા આ કામગીરી અટકાવી દેવામાં આવી છે જયારે દાતાર રોડ ઉપર સીસી રોડ બનાવવાની કામગીરી કરી નાખેલ છે. હાલ જયારે ચોમાસાની સીઝન ચાલી રહી છે અને જેને લઈને રસ્તાઓ બાબતે પ્રજાને જે મુશ્કેલી પડી રહી છે તેનાથી અમે પણ માહિતગાર છીએ. ચોમાસાનો છેલ્લો વરસાદ પૂર્ણ થાય અને ચોમાસુ વિધિવત રીતે વિદાય થાય અને વરાપનું વાતાવરણ સર્જાય એટલે તાત્કાલીક જયશ્રી રોડ, જવાહર રોડ, એમ.જી. રોડ, દાતાર રોડ, મધુરમ બાયપાસ, મધુરમથી શાપુર સુધી સહિતનાં રસ્તાઓને સારા બનાવવા અને ડામરથી હાલ તુરત મઢી દેવાની કામગીરી કરવામાં આવશે અને દિવાળીનાં તહેવારો ઉપર જૂનાગઢ શહેરનાં લોકોને રસ્તાઓ સારા બનાવી દેવામાં આવશે તેવો વિશ્વાસ પણ કમિશ્નરશ્રીએ દર્શાવ્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews