આજે વિશ્વ સિંહ દિવસ : વન વિભાગ સોશ્યલ મીડીયાથી ઉજવણી કરાઈ

૧૦ ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે સોૈથી વધુ એશિયાટીક સિંહો સાસણ અને ગીર વિસ્તારમાં જાેવા મળે છે. ત્યારે વન વિભાગ તકેદારી અને કાર્યશીલ કામગીરીને કારણે સિંહોની સંખ્યમાં પણ વધારો થયો છે. દર વર્ષે વિશ્વ સિંહ દિવસની ધામધુમથી ઉજવણી કરવામાં આવતી હોય જેમાં રેલી, સભાઓ સહિતનાં કાર્યક્રમો કરવામાં આવે છે. પરંતુ હાલ કોરોનાની મહામારીને કારણે વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી સોશ્યલ મીડીયા દ્વારા કરવામાં આવી હતી. જેમાં આજે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્‌વીટર, યુટયુબ અને વોટસએપ મારફતે ઉજવણી કરાય હતી જેમાં સવારે ૮ કલાકે વિશ્વ સિંહ દિવસ સંબંધીત પોસ્ટ મુકવામાં આવી હતી જેમાં અનેક લોકો જાેડાયા હતા. બાદમાં ૧૧ વાગ્યે વન્ય પ્રાણી વિભાગ સાસાણ ગીર દ્વારા વિશ્વ સિંહ દિવસ ઉપર ઓનલાઈન ડોકયુમેન્ટરી બતાવવામાં આવી હતી. આ સોશ્યલ મીડીયામાં લોકોએ પોતાની કવીતા, કલાકૃતી, ગ્રાફીક ડીઝાઈન, નીબંધ, પાઠ સહિતનાં મુદા વન વિભાગનાં સોશ્યલ મીડીયા સાથે શેર કર્યા હતા. હવે વન વિભાગ દ્વારા તેમાંથી ત્રણ ભાગમાં બ્રોન્ઝ, સીલ્વર અને ગોલ્ડ મેડલ આપવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!