ઉના તાલુકાનાં ખજુદ્રા ગામનો રસ્તો આમ જનતા માટે બન્યો પરેશાન

0

ચોમાસાની ઋતુ શરૂ છે ત્યારે ઉના તાલુકાના ખજુદ્રા ગામથી ૭ જેટલા ગામને જોડતો રસ્તો લોકો માટે મોતનો કૂવો બની ગયો છે. સૈયદ રાજપરા બંદર, સીમર દુધાળા ખાણ, દેલવાડા વગેરે ગામને જોડતો રસ્તો છે. ત્યારે આ રસ્તા ઉપરથી રોજ હજારો લોકો વાહનો અવર જવર કરે છે. રોડને અડીને ખજુદ્રા ગામની સાક માર્કેટ આવેલી છે તેથી સાંજના સમયે રોજ કેટલાય બાળકો લોકો અવર જવર કરે છે. સોશ્યલ એકટીવિસ્ટ ચૌહાણ જેન્તી કુમારએ વધુમાં જણાવ્યું હતું કે લોકો માટે આ રસ્તો વર્ષોથી અનેક પ્રકારના પ્રશ્નો ઉભા કરી રહ્યો છે. સરકારી તંત્ર પણ રોજ આજ રસ્તા ઉપર થી અવર જવર કરે છે પણ કોઈના ધ્યાનમાં આવતુ નથી. રોડ રસ્તા ઉપર અનેક પ્રકારના મોટા મોટા ખાડા પડી ગયા છે. અને રોડની અંદરથી લોખંડના મોટા મોટા સળિયા બહાર નીકળી ગયા છે. થોડા સમય પહેલા રોડનું કામ શરૂ કર્યુ હતુ તેથી રોડની એક સાઈડ ત્રણ સાર ફૂટ જેટલો ખોદકામ કરવામાં આવ્યું હતું. હાલ અત્યારે એ ખાડા બુરવામાં આવ્યા નથી. તેથી રોજ વાહનો માટે એક્સીડન્ટ જેવા અનેક પ્રકારના પ્રશ્નો જાહેર રસ્તાઓ ઉપર જોવા મળી આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!