કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં સતત નિષ્ફળ રહેલી જૂનાગઢ મહાનગરપાલિકા જુદા જુદા બેનરો લગાવવામાં તેમજ વિકાસની વાતો સાથે પ્રેસનોટ બનાવવામાં મશહુર બની ચુકી છે. લોકોના પ્રશ્નો ઉકેલવાની કોઈ આવડત, સુઝ નથી તેવા ભાજપ શાસિત મહાનગરપાલીકાના તંત્રવાહકો સામે લોકોની અનેક ફરિયાદ છે.
જૂનાગઢ શહેરનાં લોકોના અનેક પ્રશ્નો છે અને આ પ્રશ્નોનો કયારે ઉકેલ આવશે તેની કોઈ ગાઈડલાઈન નથી. હાઉસ ટેકસના ઉઘરાણા, અનેક પ્રકારના જુદા જુદા કરો, વેરાઓ લોકો ભરી રહયા છે પરંતુ કરદાતાઓને પુરતી સુવિધા મળતી નથી. જૂનાગઢ શહેરના વાણીજય એકમોને હાઉસ ટેકસના બિલો હજુ સુધી પહોંચ્યા નથી. તેના કારણમાં એવું દર્શાય છે કે, વાણીજય એકમોને હાઉસ ટેકસની રાહતનો લાભ ન લઈ શકે તેથી બિલો હજુ સુધી કોઈને પહોંચાડાયા નથી. ઔદ્યોગિક વસાહત, દાણાપીઠ, સોનીબજાર તેમજ જુદા જુદા વેપારી એકમોને તાત્કાલીક અસરથી હાઉસ ટેકસના બિલો મળી જાય તેવી વ્યવસ્થા કરવા માંગણી ઉઠવા પામી છે. લોકોમાં તો એવું પણ બોલાય છે કે, વેરા વસુલવામાં શુરી પુરી જણાતી મહાનગરપાલિકાને લોકોના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ જતાં સુપરસીડ કરી નાંખવી જાેઈએ. લોકોએ તો આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરી છે. મહાનગરપાલિકાની વહીવટી અણઆવડતની અનેક ફરિયાદો મુખ્યમંત્રી સુધી પહોંચી ગઈ છે. ખાસ કરીને મહાનગરપાલિકાના શાસકોનો અધિકારીઓ ઉપર કોઈ જાતનો અંકુશ નથી તેને કારણે ચુંટાયેલા કોર્પોરેટરોના પણ પોતાના વિસ્તારોના કામો નથી. અધિકારીઓ પદાધિકારીઓને દાદ દેતા નથી. કમિશ્નર મુક પ્રેક્ષક બની ગયા છે. પદાધિકારીઓ ભાજપના પોતાનું ગાણું ગાય અને અધિકારી વર્ગ અને કર્મચારીઓ પોતાનું ધાર્યું કરે આવો ત્રિપાંખીયો જંગ જૂનાગઢ મહાનગરપાલિકામાં પ્રવર્તી રહ્યો છે તેમ જાગૃત આગેવાન મુકેશ ધોળકીયાએ એક નિવેદનમાં જણાવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews