માણાવદર તાલુકાનાં સરાડીયા ગામનાં એસ.ટી. બસ સ્ટેશના હાઈવે ઉપરની સામેની પંચાયત હસ્તકની જમીનમાં હાલ વિશાળ ખોદ કામ કરી ખાડાઓ પડતર હોય જે જમીનને ચો તરફથી ફરતે ઉંચા પાડા બાંધવા માટે અને નમુનેદાર તળાવ બનાવવા માટે પૂર્વ સરપંચ અને જીલ્લા પત્રકાર રાકેશ લખલાણીએ પોરબંદરનાં સાંસદ રમેશભાઈ ધડુકને લેખીત માંગણી કરતા સાંસદ રમેશભાઈ ધડુકે ગુજરાત સિંચાઈ મંત્રી અને સિંચાઈ સચિવ જાદવને પત્ર લખી તાત્કાલીક તળાવની કામગીરી હાથ ધરવા જાણ કરી છે. ભાદર(ભુખી-ર) તેમજ ધુંધવી નદીનાં ઘોડાપુર જે દર વર્ષે આ વિસ્તારનાં ગામડાઓનો પુરમાં વિનાશ વેરે છે. જે કાયમી કાપનો વિનાશ અટકાવી શકાય તેમ છે. ઉપરાંત આ તળાવ બન્યાબાદ સરાડીયા, મરમઠ, દેસિંગા, કોડવાવ, ચીખલોદ્રા, કંટોલ, વેકરી, લીંબુડા, પાજાેદ સહિતનાં ભુતળ ઉંચા પણા આવી શકશે. ઉપરોકતા ગામડાઓને હાલનાં જીંજરી ડેમ કે બાટવા ખારા ડેમનો લાભ મળવા પામતો નથી. તેમજ ભાદર નદી અને ધુધવી નદીનાં પાણીનાં પડ પણ આ ગામડાઓની જમીનનાં ભુતળમાં આ ગામડાઓ સુધી પહોંચતા ન હોય જેથી આ તળાવા આ વિસ્તાર માટે આર્શિવાદ બની રહે તે માટે જીલ્લા પત્રકાર રાકેશ લખલાણી અને સરાડીયા સરપંચ ગોવિંદભાઈ આહીરે નમુનેદાર તળાવ બનાવવાનું બીડુ ઝડપી તાજેતરમાં આજુ-બાજુનાં ગામડાઓનાં આગેવાનોની મીટીંગનું આયોજન પણ કરવામાં આવ્યાનું જણાવવામાં આવેલ છે. સરાડીયનું આ તળાવ જૂનાગઢ પોરબંદર સ્ટેટ હાઈવે રોડ ઉપર બનશે જે સોૈરાષ્ટ્રનું સોૈથી વિશાળ અને નમુનેદાર ફરવા લાયક તળાવ બની રહેશે તેમ રાકેશ લખલાણીએ જણાવ્યું છે. હાલમાં આ જમીનમાં ભૂતકાળમાં બનેલ સ્ટેટ સિંચાઈનો ચેકડેમ પણ હયાત હોવાનું જણાવાયું છે. આ બાબતે તાત્કાલીક સર્વે કરાવી સિંચાઈ વિભાગે કામગીરી શરૂ કરવા ગ્રામજનોએ માંગણી કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews