માંગરોળ : લાખો ગેલન પાણી વેડફાઈ જતાં ખેડૂતોમાં કચવાટની લાગણી

0

દર વર્ષે ચોમાસાની ઋતુમાં શીલ બંધારાને ઈરાદાપૂર્વક તોડી પડાતા માંગરોળ તાલુકાના દરીયાકાંઠાના અનેક ગામો માટે ફાયદાકારક એવી સ્પ્રેન્ડિંગ કેનાલમાં આવવાને બદલે લાખો ગેલન પાણી દરીયામાં વહી જતા ખેડૂતોમાં ભારે કચવાટ ફેલાયો છે. આવા કૃત્ય કરનારા સામે પગલાં લેવા માંગ ઉઠી છે. દરીયાના ખારા પાણી આગળ વધતા અટકે, વરસાદનું પાણી જમીનમાં ઉતરે તેમજ ભૂગર્ભ જળ સુધરે તે માટે કરોડોના ખર્ચે નેત્રાવતીથી નોળી નદીને જોડતી કેનાલ બનાવવામાં આવી છે. જે શીલ બારા વિસ્તારમાં આવેલા બંધારા પાસેથી પસાર થાય છે. ચોમાસામાં ઉપરવાસમાં વરસાદ પડતા શીલ બંધારો છલોછલ ભરાય જાય છે. ત્યારબાદ કેનાલમાં પાણી આવતું હોય છે. પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ આ બંધારાની આજુબાજુમાં આવેલા અનેક બિનઅધિકૃત ઝીંગા ઉછેર કેન્દ્રમાં પાણી ઘૂસી ન જાય તે માટે વ્યક્તિગત સ્વાર્થને લીધે દર ચોમાસામાં રાત્રીના સમયે આ બંધારો તોડી પાડવામાં આવે છે. જેથી દરીયામાં મીઠું પાણી વહી જતા ખેડૂતોને કેનાલનો લાભ મળતો નથી અને આ યોજનાનો કોઈ હેતુ સરતો નથી. ગત વર્ષે શીલ બંધારા પાસે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. પરંતુ મોડી રાત્રે આ પાળો તોડી પાડવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં પણ બે દિવસ પહેલા આ બંધારો તોડી પડાતા ભૂમિપુત્રોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!