માંગરોળ સાતમ આઠમના તહેવારોને ધ્યાનમાં લઇ તમામ સંગઠનો તેમજ દાતાઓના સહકારથી જીવસેવા ટ્રસ્ટ સંચાલિત ગૌરક્ષા સેના દ્વારા મુરલીધર વાડી ખાતે ૧૫૦૦ કિ.ગ્રા.મિઠાઇ તેમજ ફરસાણનંુ રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જુદા-જુદા વિસ્તારમાં આર્થિક રીતે નબળા જરૂરીયાતમંદ પરિવારોને દાતાઓના સહકારથી ૩૦૦ કિ.ગ્રા. મફ્ત વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જયેશભાઈ શાહ, (જેઠાલાલ લવચંદ શાહ) પ્રફુલભાઈ નાંદોલા, ચેમ્બર ઓફ કોમર્સ, સ્વ. લક્ષ્મણભાઇ નંદાણીયા ચેરીટેબલ ટ્રસ્ટ, વિજયભાઇ યાદવ, લિનેશભાઇ સોમૈયા, મનોજભાઈ વિઠલાણી, સ્વ.ભીખાલાલ દેવચંદ શાહ, જયેશભાઈ સોલંકી, લૈલેશભાઇ આહયા, રાધાબેન વોરાનો સહયોગ મળ્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews