અયોધ્યા રામ મંદિરનાં ભૂમિપૂજનની ખૂશીમાં ગ્રીનસીટી દ્વારા પારિજાત વૃક્ષનું વૃક્ષારોપણ કરાયું

કરોડો ભારતીયનાં સ્વપ્ન સમું અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન પ ઓગષ્ટનાં રોજ કરવામાં આવ્યું છે. રામ મંદિરનાં ભૂમિપૂજનની શરૂઆત કરતા પહેલા ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોૈ પ્રથમ શ્રી રામનું પ્રિય એવું પારિજાત વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેના પ્રતિકરૂપે ભાવનગરમાં ગ્રીનસીટીનાં સભ્યો દ્વારા બંદર રોડ પાસે આવેલ વિશાળ ચેકડેમ પાસે પારિજાત વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રતિકરૂપે પ વૃક્ષો પારિજાત, ઉંબરો, પીપર, વડ તથા લીમડાનાં વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગ્રીનસીટીનાં દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતું કે એરપોર્ટથી થોડે દૂર બંદર રોડ ઉપર એક વિશાળ ચેકડેમ પાણીથી છલોછલ ભરાયા ગયો છે. અહી વિવિધ પ્રકારનાં પક્ષીઓ તળાવની શોભા વધારી રહ્યા છે. ભાગનગર શહેરનાં અનેક લોકો અહીનું કુદરતી વાતાવરણ માણવા આવે છે. અહી આશરે અડધા કિલોમીટરમાં લાંબો વિશાળ ટ્રેક છે. જયાં લોકો સવારે મોર્નીંગ વોક માટે આવે છે. હાલમાં અહી પ વૃક્ષો નાખવામાં આવ્યા છે. પરંતુ થોડા જ સમયમાંમ અહી ટ્રેકની બંને બાજુ ૧૧૧ વૃક્ષો નાખવાનું આયોજન ગ્રીનસીટીમ સંસ્થા કરી રહી છે. આ કાર્ય માટે કોઈ દાતા-ડોનર મળી જતાા આ કાર્ય કરવામાં આવશે. અહી ટ્રેકની બંને બાજુ વૃક્ષો નખાશે પછી અહીનો કુદરતીમ નજારો વધુ રમણીય બની જશે તેમ દેવેનભાઈએ જણાવ્યું હતું. અહી પક્ષીઓને ખોરાકમાં ઉપયોગી થઈ શકે તેવા ઉંબરો, પીપર, વડ, બોરસલી વિગેરે પ્રકારનાં વૃક્ષો નાખવાનું આયોજન છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!