જૂનાગઢ શહેરના સરદારપરા, મેરી ગોલ્ડ કોમ્પલેક્ષમાં આવેલ શાહ હોમ કેર પ્રોડકશન નામની ગત ફેબ્રુઆરી ૨૦૧૯ માસમાં દુકાન ખોલી, આરોપી યતીષભાઇ વિરેન્દ્રભાઇ શાહ (રહે.ખલીલપુર રોડ, સીધ્ધી વીનાયક ગેઈટ-૨ પાસે, શ્રીનાથજી પેલેસ એપાર્ટમેન્ટમાં, ચોથા માળે, બ્લોક નં.૧૨, જુનાગઢ)ની જૂનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મદદથી પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આ પ્રકારના બીજા ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે કેમ.? તે બાબતે તપાસ કરવા માટે સુચના આપવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, પીએસઆઇ એ.કે.પરમાર સહિતની પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપી યતીષભાઇ વિરેન્દ્રભાઇ શાહ આ જ પ્રકારના મોડસ ઓપરેન્ડીવાળા ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે કેમ..? તે બાબતે પૂછપરછ કરવામાં આવેલ છે. હાલમાં પકડાયેલ આરોપી દ્વારા લોભામણી જાહેરાત આપી નાણાં ઉઘરાવવા અંગેની મોડસ ઓપરેન્ડી ઉપરાંત સોની વેપારીઓને શરૂઆતમાં પેમેન્ટ ચૂકવી બાદમાં સોનાના દાગીના બનાવી, બિલ નહીં ચૂકવી, છેતરપિંડી આચરી, રફુચક્કર થઈ જવાની પણ મોડસ ઓપરેન્ડીથી ગુન્હાઓ આચારવાની ટેવવાળો હોઈ, આ બાબતે બીજી એક સોનાના ૯૨૦.૯૭૦ ગ્રામના કિંમત રૂા. ૩૫,૪૯,૮૨૨ ના ઘરેણાંની ખરીદી કરી, વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ સોની વેપારી જયંતભાઈ વિનોદભાઈ રાજપરાએ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરતા, આરોપીને અટક કરવાની કાર્યવાહી એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આમ, છેતરપિંડીના ગુન્હામાં જૂનાગઢ પોલીસ દ્વારા પકડાયેલ આરોપી યતીષભાઇ વિરેન્દ્રભાઇ શાહ, લોભામણી જાહેરાત આપી, નાણાં ઉઘરાવવા અંગેની મોડસ ઓપરેન્ડી ઉપરાંત, સોની વેપારીઓને શરૂઆતમાં પેમેન્ટ ચૂકવી બાદમાં સોનાના દાગીના બનાવી, બિલ નહીં ચૂકવી, છેતરપિંડી આચરી, રફુચક્કર થઈ જવાની પણ મોડસ ઓપરેન્ડીથી ગુન્હાઓ આચારવાની ટેવવાળો હોઈ, આ પ્રકારના ગુન્હાઓ કોઈ વ્યક્તિ સાથે આચરેલ હોય તો અને માહિતી હોય તો, જૂનાગઢ પોલીસ કન્ટ્રોલ રૂમ ૯૫૧૨૨ ૧૧૧૦૦ તથા પી.આઈ. આર.બી. સોલંકી, બી ડિવિઝન પોલીસ સ્ટેશન મો. ૯૪૨૮૮ ૯૦૦૬૯, એ.કે.પરમાર, પીએસઆઇ બી ડિવિઝન પોલીસ સ્ટેશન મો. ૯૮૨૫૦ ૮૭૯૫૦ નો સંપર્ક કરવા જૂનાગઢ પોલીસને જાણ કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews