જૂનાગઢ તાલુકાના ગોલાધર ગામે થયેલ હત્યાના આરોપીને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢ તાલુકાનાં ગોલાધર ગામે થયેલા હત્યાના આરોપીને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢ તાલુકાના ગોલાધર ગામે બસ સ્ટેન્ડ પાસે તા. ૭-૮-૨૦ ના રોજ ફરિયાદી ઓધવજી ગગજીભાઈ રોજાસરા કોળી તથા ગોલાધર ગામના સંકટ મોચન હનુમાનજી મંદિરના મહંત હરિદાસ ગુરૂ રાઘવદાસજીને આરોપીઓ પ્રવીણભાઈ વિરાભાઈ મકવાણા, અજય પ્રવીણભાઈ મકવાણા, વિજય પ્રવીણભાઈ મકવાણા, મિલન પ્રવીણભાઈ મકવાણા તથા લાભુબેન પ્રવીણભાઈ મકવાણા એ પાઇપ ધારીયા કુહાડી જેવા હથિયારથી જીવલેણ હુમલો કરવામાં આવેલ હતો. સારવાર દરમ્યાન ફરીયાદી ઇજા પામનાર ઓધવજી ગગજીભાઈ રોજાસરા કોળીનું અવસાન થતાં, બનાવ ખૂનમાં પલટાયો હતો. આ ગુન્હાના આરોપીઓ પ્રવીણભાઈ વિરાભાઈ મકવાણા, અજય પ્રવીણભાઈ મકવાણા, વિજય પ્રવીણભાઈ મકવાણા, મિલન પ્રવીણભાઈ મકવાણા તથા લાભુબેન પ્રવીણભાઈ મકવાણા (રહે. બધા ગોલાધર ગામ તા.જી. જૂનાગઢ)ની ધરપકડ કરવામાં આવેલ છે અને ગુન્હામાં વાપરેલ હથિયારો કબજે કરવામાં આવેલ છે. ફરિયાદી ઓધવજી ગગજીભાઈ રોજાસરાની દીકરી મિતલબેન એ આરોપી વિજય પ્રવીણભાઈ મકવાણા સાથે પ્રેમ લગ્ન કરેલ હોઈ, જેના મનદુઃખના કારણે આ બનાવ બનેલ છે. પંદરેક દિવસ પહેલા ફરિયાદી ઓધવજી ગગજીભાઈએ આરોપી પ્રવિણભાઈના દીકરા વિજયને માર મારેલ હોઈ, આ બાબતે પણ આરોપીઓ દ્વારા એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવેલ હતી જેમાં ફરિયાદી અને મરણ જનાર ઓધવજી ગગજીભાઈ રોજાસરાની ધરપકડ પણ કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન. સગારકા, હે.કોન્સ નાથાભાઇ, દેવેનભાઈ, જૈતાભાઈ સહિતનાં પોલીસ ટીમ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!